સેન્સેક્સ ૩૦૦ પોઈન્ટના ઉછાળે ગ્રીન ઝોનમાં ખૂલ્યો

અમદાવાદ: યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજના દરમાં વધારો નહીં કરવાના નિર્ણયના પગલે વિદેશી બજારોના સપોર્ટે તથા એફઆઇઆઇ સહિત રોકાણકારોની નીચા મથાળે ખરીદીના પગલે આજે શરૂઆતે શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સમાં ૩૧૯ પોઇન્ટનો ઉછાળો નોંધાઇ ૨૮,૮૨૭, જ્યારે એનએસઇ નિફ્ટીમાં ૧૦૭ પોઇન્ટનો સુધારો નોંધાઇ ૮,૮૮૪ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

બેન્ક, ઓટોમોબાઇલ સહિત મેટલ સેક્ટરના શેરમાં જોરદાર લેવાલી નોંધાઇ હતી. આઇસીઆઇસીઆઇ બેન્ક, ટાટા સ્ટીલ અને હીરો મોટો કોર્પ કંપનીના શેરમાં ૧.૯૩ ટકાથી ૨.૫૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો. તો બીજી બાજુ આઇટી સ્ટોક્સ પ્રેશરમાં જોવાયા હતા. ટીસીએસ અને વિપ્રો કંપનીના શેરમાં ૦.૦૬ ટકાથી ૦.૨૧ ટકા સુધીનું ગાબડું પડ્યું હતું.

બેન્ક શેર ઊછળ્યા
એસબીઆઈ                  ૨.૨૫ ટકા
પીએનબી                      ૩.૧૭ ટકા
બેન્ક ઓફ બરોડા          ૨.૧૬ ટકા
આઈસીઆઈસીઆઈ     ૨.૩૫ ટકા
એક્સિસ બેન્ક               ૧.૭૦ ટકા

બેન્ક નિફ્ટીમાં ૪૦૦ પોઈન્ટનો ઉછાળો
આજે શરૂઆતે બેન્ક નિફ્ટીમાં ૪૧૨ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો અને બેન્ક નિફ્ટી ૨૦,૨૪૦ પોઈન્ટ ઊછળી હતી. ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારો નહીં કરતાં તેની સૌથી વધુ સકારાત્મક અસર બેન્કિંગ સ્ટોક્સ ઉપર જોવાઈ હતી.

શેરબજારમાં હરિયાળી કેમ જોવા મળી?
• યુએસ ફેડરલ રિઝર્વે હાલ વ્યાજદર યથાવત્ જાળવી રાખ્યો
• વિદેશી રોકાણકારોનું દેશમાં રોકાણ જારી રહેશે
• ખેતીની નવી આવક, સાતમું પગારપંચ, જીએસટી જેવા સકારાત્મક પરિબળ
• શેરબજારમાં નાણાકીય પ્રવાહિતા ઊંચી જોવા મળી રહી છે.

You might also like