Categories: Business

અનિશ્ચિતતા વચ્ચે સેન્સેક્સ 409 પોઈન્ટ નીચે સરક્યો

અમદાવાદ: ગઇ કાલે સેન્સેક્સમાં 330 પોઇન્ટનો ઉછાળો જોવાયા બાદ આજે શેરબજારમાં ગાબડાં પડ્યાં હતાં. વૈશ્વિક બજારમાં જોવાયેલા ઘટાડાની અસરે બીએસઇ સેન્સેક્સ 409 પોઇન્ટના ઘટાડે 26,317, જ્યારે એનએસઇ નિફ્ટી 331 પોઇન્ટના ઘટાડે 8,075 પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી, જેમાં બેન્કિંગ શેરમાં પ્રોફિટ બુકિંગ જોવાયું હતું.

આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં 2.76 ટકા, મારુતિ સુઝુકી કંપનીના શેરમાં 1.57 ટકા, જ્યારે અદાણી પોર્ટ કંપનીના શેરમાં 1.11 ટકાનો ઘટાડો નોંધાયો હતો તો બીજી બાજુ ગેઇલ કંપનીના શેરમાં 0.70 ટકા, લ્યુપિન કંપનીના શેરમાં 0.65 ટકાનો સાધારણ સુધારો નોંધાયો હતો.

આજે શરૂઆતે બેન્ક સેક્ટર સહિત ઓટોમોબાઇલ, કેપિટલ ગુડ્સ સેક્ટર અને આઇટી સેક્ટરમાં ભારે વેચવાલી નોંધાઇ હતી. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક શેરબજારમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે અને તેના કારણે શેરબજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 weeks ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 weeks ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 weeks ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 weeks ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 weeks ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago