શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 407-નિફ્ટી 122 પોઇન્ટના ઘટાડા સાથે બંધ

ખરાબ ગ્લોબલ સંકેતોના કારણે સ્થાનિક માર્કેટમાં ભારે ઘટાડા સાથે શરૂઆત થઇ હતી. જો કે દિવસભર માર્કેટમાં કમજોરી સાથે કારોબાર કરતું જોવા મળ્યું હતું. દિવસભરના અંતે બજાર નેગેટીવ બંધ જોવા મળ્યું. સેન્સેકસ અને નિફટી અંદાજે 1.25-1.25 ટકાના ઘટાડા સાથે બંધ થયા.

આજે નિફટી 10.398.2 સુધી જ્યારે સેન્સેક્સ 33,849,65 સુધી નીચલા સ્તર પર જોવા મળ્યું. અંતમાં નિફટી 10,450 ની નજીક જ્યારે સેન્સેક્સ 34,000 ઉપર રહેવામાં સફળ રહ્યું. દિગ્ગજ શેરની સરખામણીએ આજે મેડકેપ અને સ્મોલકેપ સ્ટોકનું પ્રદર્શન ઠીકરહ્યું. બીએસઇનો મીડકેપ ઇન્ડેક્સ 0.1 ટકા મામૂલી ઘટાડા સાથે બંધ જોવા મળ્યો.

બીએસઇનું શેર માર્કેટ પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ 407.4 પોઇન્ટ સાથે 1.2 ટકા ઘટાડા સાથે 34,005.8 સ્તર પર બંધ થયું. જ્યારે એનએસઇનો 50 શેરવાળું પ્રમુખ ઇન્ડેક્સ નિફટી 122 પોઇન્ટ એટલે કે 1.2 ટકાની કમજોરી સાથે 10,455 સ્તર પર બંધ જોવા મળ્યું.

બેન્કિંગ, ઓટો, આઇટી, ફાર્મા, કેપિટલ ગુડઝ અને ઓઇલ એન્ડ ગેસ શેરમાં વેચવાલી જોવા મળી હતી. બેન્ક નિફટી 1.75 ટકાના ઘટાડા સાથે 25,464 પર બંધ થયું. નિફ્ટીના ઓટો ઇન્ડેક્સમાં 1 ટકા, આઈટીમાં 0.75 અને ફાર્મા ઇન્ડેક્સ અંદાજે 0.5 ટકા ઘટાડા સાથે બંધ થયો.

You might also like