ડિસેમ્બર સુધીમાં સેન્સેક્સ ૩૧,૫૦૦ને પાર કરશે

મુંબઇ: સિટી રિસર્ચે મિડકેપ શેરમાં તેજીને લઇને સકારાત્મક દૃષ્ટિકોણથી એવું મૂલ્યાંકન કર્યું છે કે સપ્ટેમ્બર માટે સેન્સેક્સનો ટાર્ગેટ ૩૦,૦૦૦ અને ડિસેમ્બર સુધીમાં ૩૧,૫૦૦ રાખવામાં આવ્યો છે. આમ, આ વર્ષના અંત સુધીમાં શેરબજારમાં વર્તમાન સપાટી કરતાં સાત ટકાની તેજીની શક્યતા છે. મિડકેપ શેરમાં સારું એવું રિટર્ન મળી શકે એમ છે અને તેને ધ્યાનમાં લેતાં ડિસેમ્બર સુધીમાં સેન્સેક્સ ૩૧,૫૦૦ની સપાટીને આંબી જશે એવા નિર્દેશો મળી રહ્યા છે.

સિટી રિસર્ચના રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતીય શેરબજાર હાલ ૪૦ ટકાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યું છે અને તે જોતાં શેરબજારમાં તેજી જળવાઇ રહેશે. શેરબજારમાં ગુરુવારે કરેક્શનને બ્રેક લાગી ગઇ હતી અને સેન્સેક્સ ૧૬૪ પોઇન્ટ એટલે કે ૦.૫૬ ટકાની તેજી સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી પણ ૫૫.૮૫ પોઇન્ટ એટલે કે ૦.૬૨ ટકાની તેજી સાથે ૯૦૮૬.૩૦ની સપાટી પર બંધ રહી હતી. સ્મોલ અને મિડકેપ કંપનીના શેરની સ્થિતિ સારી જોવા મળી હતી. એમએસસીઆઇ ઇમર્જિંગ માર્કેટ પર એમએસસીઆઇ ઇન્ડિયા ૪૦ ટકા પ્રીમિયમ પર ૪૦ ટકા ટ્રેડ કરી રહ્યા છે.

You might also like