બેન્ક શેરમાં પ્રોફિટ બુકિંગ છતાં શેરબજાર અપ

અમદાવાદ: શેરબજારમાં આજે પણ સુધારાની ચાલ જોવાઇ હતી. સ્થાનિક બજારમાં વિદેશી રોકાણકાર સહિત ફંડની લેવાલીના પગલે સેન્સેક્સ ૪૫ પોઇન્ટ સુધર્યો હતો. નિફ્ટી પણ ૮.૬૦ પોઇન્ટના સુધારે ૮,૨૭૫ની સપાટીએ જોવાઇ હતી, જોકે આજે શરૂઆતે બેન્કિંગ સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ જોવાયું હતું.

કેપિટલ ગુડ્સ અને ઓટો સેક્ટરના શેરમાં મજબૂત ટ્રેન્ડ જોવાયો હતો તો બીજી બાજુ બેન્ક, આઇટી શેરમાં નરમાઇ નોંધાઇ હતી. આજે શરૂઆતે ભારતી એરટેલ કંપનીના શેરમાં ૧.૭૩ ટકા, હિંદુસ્તાન યુનિલિવર કંપનીના શેરમાં ૧.૪૬ ટકા, જ્યારે ઓએનજીસી કંપનીના શેરમાં ૧.૪૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો તો બીજી બાજુ એસબીઆઇ, બજાજ ઓટો અને એશિયન પેઇન્ટ કંપનીના શેરમાં ૦.૪૦ ટકાથી એક ટકાનો ઉછાળો નોંધાયો હતો. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ હિત તાઇવાન અને કોસ્પી શેરબજાર ઇન્ડેક્સમાં પણ સુધારો નોંધાતાં ભારતીય શેરબજાર ઉપર તેની સકારાત્મક ચાલ જોવાઇ હતી.

You might also like