શેરબજાર રેડ ઝોનમાંઃ સેન્સેક્સ ૧૦૦ પોઈન્ટ તૂટ્યો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં વધુ ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારોનાં પ્રેશર વચ્ચે એફઆઇઆઇની વેચવાલીએ શેરબજાર વધુ તૂટ્યું હતું. આજે  શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૦૨ પોઇન્ટને ઘટાડે ૨૫,૧૨૭, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૯ પોઇન્ટને ઘટાડે ૭,૭૧૮ પોઇન્ટની સપાટીએ ખૂલ્યું હતું.

આજે શરૂઆતે ઓટોમોબાઇલ સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી હતી એટલું જ નહીં બેન્ક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ સેક્ટરમાં પણ ભારે વેચવાલી જોવાઇ હતી.  એનટીપીસી, એચડીએફસી બેન્ક, ઇન્ફોસિસ, બજાજ ઓટો અને આઇટીસી કંપનીના શેર્સમાં ૦.૫૦ ટકાથી એક ટકાનો ઉછાળો નોંધાયો હતો. તો બીજી બાજુ અદાણી પોર્ટ કંપનીના શેર્સમાં ૪.૭૭ ટકા, ટાટા મોટર્સ કંપનીના શેર્સમાં ૩.૦૮ ટકા, જ્યારે આઇસીઆઇસીઆઇ કંપનીના શેર્સમાં ૨.૧૯ ટકાનું ગાબડું પડ્યું હતું.
બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સકારાત્મક પરિબળોના અભાવ વચ્ચે નબળાં સેન્ટિમેન્ટ પાછળ બજાર ઘટી રહ્યું છે.

You might also like