બેન્કિંગ શેરમાં ઘટાડે શેરબજારમાં ડાઉન ટ્રેન્ડ

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર નીચા ગેપથી ખૂલ્યું હતું. નાણાપ્રધાન જાહેર ક્ષેત્રની બેન્કોનાં પર્ફોર્મન્સની સમીક્ષા કરી શકે છે તેવાં સેન્ટિમેન્ટ પાછળ બેન્કોના શેર પ્રેશરમાં જોવા મળ્યા હતા. બેન્ક નિફ્ટી પણ ૯૮ પોઇન્ટ તૂટી ૨૩,૫૯૧ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. આઇટી અને કેપિટલ ગુડ્સ સેક્ટરની કંપનીઓના શેરમાં પણ ઘટાડો નોંધાયો હતો.

આજે શરૂઆતે સેન્સેક્સ ૧૮૨ પોઇન્ટના ઘટાડે ૩૧,૦૭૯, જ્યારે નિફ્ટી ૫૮ પોઇન્ટના ઘટાડે ૯,૬૦૯ની સપાટીએ ખૂલી હતી. સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરના શેરમાં પણ પ્રોફિટ બુકિંગ જોવાતાં નરમાઇની ચાલ નોંધાઇ હતી. આજે શરૂઆતે ઓઈલ એન્ડ ગેસ, ઓટોમોબાઇલ સેક્ટર સહિત એફએમસીજી કંપનીના શેરમાં પણ વેચવાલી જોવા મળી હતી.

આજે શરૂઆતે વિપ્રો, એસબીઆઇ અને ટીસીએસ કંપનીના શેરમાં ૧.૨૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ગેઇલ અને ટાટા સ્ટીલ કંપનીના શેરમાં ૧.૧૦ ટકાનો સુધારો જોવાયો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારના પ્રેશર તથા સ્થાનિક ફંડોની વેચવાલીને પગલે શેરબજારમાં ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. નોંધનીય છેકે જાપાનનો નિક્કી ઇન્ડેક્સમાં ૭૧ પોઇન્ટ, હેંગસેંગ ઇન્ડેક્સમાં ૨૫૮ પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે.

ગોલ્ડમેન સાશે નિફ્ટીનો ટાર્ગેટ વધારીને ૧૦,૪૦૦નો કર્યો
ગોલ્ડમેન સાશે નિફ્ટીનો ટાર્ગેટ વધારીને ૧૦,૪૦૦ કર્યો છે. કોર્પોરેટ અર્નિંગ્સમાં રિકવરીનો વિશ્વાસ વધી રહ્યો હોવાનું કારણ આગળ ધરી ભારતીય બજાર માટે ‘ઓવર વેઈટ’ રેટિંગ જાળવી રાખ્યું છે. વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ બેન્કે એક વર્ષ માટે ટાર્ગેટ વધારીને ૧૦,૦૦૦થી ૧૦,૪૦૦નો કર્યો છે.

બેન્ક શેર પ્રેશરમાં
એસબીઆઈ ૦.૬૬ ટકા
પંજાબ નેશનલ બેન્ક ૧.૦૨ ટકા
બેન્ક ઓફ બરોડા ૦.૩૭ ટકા
ICICI બેન્ક ૦.૮૫ ટકા
એક્સિસ બેન્ક ૦.૨૩ ટકા
એચડીએફસી બેન્ક ૦.૨૧ ટકા
http://sambhaavnews.com/

You might also like