બીએસઈ ૧૭ કંપનીના શેરને ‘ઝેડ’ ગ્રૂપમાં મૂકશે

નવી દિલ્હી: નિયમોને ન અનુસરનારી બીએસઇની ૧૭ કંપનીઓના શેરને ૨૯ મેથી પ્રતિબંધિત કારોબાર શ્રેણીમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. સ્ટોક એક્સચેન્જના સત્તાવાળાઓ દ્વારા લિસ્ટિંગના નિયમોનું પાલન નહીં કરવામાં આવતાં આ કઠોર નિર્ણય કરવામાં આવ્યો છે. એક્સચેન્જ દ્વારા બહાર પાડવામાં આવેલી એક નોટિસમાં જણાવ્યું છે કે આ તમામ કંપનીઓના શેરને ઝેડ ગ્રૂપમાં મૂકવામાં આવશે.

બિરલા કેપિટલ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિિસસ, બિરલા ટ્રાન્સએશિયા કારપેઇન્ટ્સ, ધનલક્ષ્મી રોટો સ્પિનર્સ, ગંગોત્રી ટેક્સટાઇલ, હિંદુસ્તાન હાર્ડી સ્પાઇસર, જય એનર્જી એન્ડ એસ એનર્જી, કર્નેક્સ માઇક્રોસિસ્ટમ્સ ઇન્ડિયા, કોઆ ટૂલ્સ ઇન્ડિયા, કૃષ્ણા ફેબ્રિક્સ, ઓર્બિટ કોર્પોરેશન, રાજદર્શન ઇન્ડસ્ટ્રીઝ, રત્નમણિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કંપનીઓ સામેલ છે.
બીએસઇના સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે સતત બે મહિના આ કંપનીઓએ નિયમોનું પાલન નહીં કરતાં ૨૯ મેથી ૧૭ કંપનીઓને ‘ઝેડ’ ગ્રૂપમાં મૂકવાનો નિર્ણય કર્યો છે.

http://sambhaavnews.com/

You might also like