બીઆરટીએસ ટ્રેકમાં બસની ટક્કરથી બાઇકચાલક ઈજાગ્રસ્ત

અમદાવાદ: શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા ઇસરો નજીક બીઆરટીએસ ટ્રેકમાં આજે સવારે બીઆરટીએસ બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇકચાલકને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. રસ્તાનંુ સમારકામ ચાલતું હોવાથી વાહનચાલકો બીઆરટીએસ ટ્રેકમાં વાહન ચલાવતા હતા. બાઇકચાલક ઓવરટેક કરવા જતાં સામેથી આવી રહેલી બીઆરટીએસ બસને અથડાયો હતો.

મળતી માહિતી મુજબ મહંમદ અકીલ નામનો યુવાન આજે સવારે બાઇક લઇ ઇસ્કોન તરફથી નીકળ્યો હતો. દરમિયાનમાં સેટેલાઇટના ઇસરો પાસે રસ્તાનંુ રાત્રે સમારકામ થયું હોવાથી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. આથી વાહનચાલકો બીઆરટીએસ ટ્રેકમાં વાહન ચલાવી રહ્યા હતા. મહંમદ અકીલ પણ બીઆરટીએસ ટ્રેકમાંથી બાઇક પર જતો હતો ત્યારે એક ગાડીને ઓવરટેક કરવા જતાં સામેથી આવતી એરપોર્ટ-કર્ણાવતી કલબની બીઆરટીએસ બસને અથડાયો હતો. અકસ્માત થતાં લોકોના ટોળાં ભેગાં થઇ ગયાં હતાં. માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. સેટેલાઇટ પોલીસે હાલમાં આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like