સુરતમાં અસામાજિક તત્વોના કારણે આજે BRTS સેવા રહેશે બંધ

સુરતના સરથાણામાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ BRTSની 3 બસને નિશાન બનાવી હતી. જ્યારે બે બસ અને એક બસ સ્ટેન્ડમાં તોડફોડ કરી હતી. જેને પગલે આજે સુરતમાં BRTS બસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં સરથાણા, વરાછા અને કાપોદ્રા સહિતના વિસ્તારોમાં BRTS અને સિટી બસ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ તમામ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરમાં SRPના પણ 50 જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

સુરતમાં BRTS બસમાં આગચંપી મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયા છે. આ મામલે અલગ અલગ 2 રાયોટિંગના ગુના નોંધાયા છે. જ્યારે 2 બસ પર પથ્થરમારા મામલે એક ગુનો નોંધાયો છે. જ્યારે 15 બાઈક પર આવેલા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.

You might also like