ખુદાબક્ષ યુવાને સિક્યોરિટી ગાર્ડને માર મારી તોડફોડ કરી

અમદાવાદ: બીઆરટીએસ બસમાં વગર ટિકિટે મુસાફરી કરતાં યુવકને સિક્યોરિટી ગાર્ડે દંડ ભરવાનું કેહતા યુવકે સિક્યોરિટી ગાર્ડને માર મારી તોડફોડ કરી હતી. પાલડીના ચંદ્રનગર બીઆરટીએસ બસ સ્ટેશનમાં બનેલા બનાવને પગલે પાલડી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આરોપી યુવકની ધરપકડ કરી હતી.

પાલડીના ચંદ્રનગર બીઆરટીએસ બસ સ્ટેશનમાં શૈલેશ રત્નાભાઇ મકવાણા સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ પર હતા. બસમાંથી ઉતરેલા યુવક પાસે ટિકિટ માગતા તેણે ઉશ્કેરાઈ ગાળાગાળી શરૂ કરી દીધી હતી.  ગાળાગાળી કરવાની ના પાડતાં યુવકે ટિકિટના કેબિનની કાચમાં ફેટ મારી કાચ તોડી નાખ્યો હતો. આ અંગે સિક્યોરિટી સુપરવાઈઝર અને પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

પોલીસે શિવાભાઈ ભરતસિંહ યાદવ (ઉ.વ 34, રહે. પ્રભુ બંગલાની પાછળ, જશોદાનગર, અમદાવાદ)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like