BRTSની બસ ખરીદીમાં કૌભાંડ

અમદાવાદ: કેન્દ્રની યુપીએ સરકારના સમયના જેએનયુઆરએમ પ્રોજેક્ટ દરમ્યાન કોર્પોરેશન દ્વારા BRTS બસ સર્વિસ માટે કુલ ૭૩૦ બસ ખરીદવા માટે રૂ.રપ૧.૯૯ કરોડનો ડીપીઆર મંજૂર કરાયો હતો, જે પૈકી પ૮૧ બસની ખરીદીનો રેકોર્ડ મ્યુનિ. ઓડિટ વિભાગ દ્વારા તપાસવામાં આવતાં અનેક પ્રકારની ગેરરીતિઓનો ઘટસ્ફોટ થયો છે.

મ્યુુનિ. ઓડિટ વિભાગ દ્વારા તાજેતરમાં ગત નાણાકીય વર્ષ ર૦૧પ-૧૬ના ઓડિટ અહેવાલમાં BRTS બસની ખરીદીમાં થયેલી વ્યાપક અનિયમિતતાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. અમદાવાદ જનમાર્ગ લિ. (એજેએલ) દ્વારા તા.૧૩ માર્ચ, ર૦૦૯એ પ્રસિદ્ધ કરાયેલા બસ ખરીદીના નેશનલ ટેન્ડરમાં ટાટા મોટર્સ અને અશોક લેલેન્ડ ટેક‌િનકલી ક્વોલિફાઇ થઇ હતી.

આ બંને કંપનીના ટેન્ડરમાં આવેલા ભાવને જોતાં ટાટા મોટર્સનો ભાવ સીએનજી ગેસ ચાલિત એસી અને નોન એસી ભાવમાં ક્રમશઃ રૂ.રર.૮૦ લાખ અને રૂ.રર.૦૦ લાખનો હતો એટલે કે ટાટા મોટર્સનો ભાવ સૌથી ઓછો હતો. આની સામે અશોક લેલેન્ડનો ભાવ સેકન્ડ લોએસ્ટ હોઇ તંત્રએ ફર્સ્ટ લોએસ્ટના ભાવે અશોક લેલેન્ડ પાસેથી બસ ખરીદવાના બદલે સેકન્ડ લોએસ્ટના ભાવે કુલ ૪૦૦ સીએનજી બસ પૈકી અડધોઅડધ ર૦૦ સીએનજી બસનો ઓર્ડર આપી દીધો. આના કારણે મ્યુનિ. તિજોરીને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હતું.

ડીઝલ ચાલિત એસી બસની ખરીદીમાં ટાટા મોટર્સનો ભાવ પ્રતિબસ રૂ.રર.૮૦ લાખ હતો જ્યારે અશોક લેલેન્ડનો ભાવ રૂ.૩૦.૧૮ લાખ પ્રતિ બસનો હતો. તેમ છતાં સત્તાવાળાઓએ અગમ્ય કારણસર અશોક લેલેન્ડ તરફ કૂણું વલણ દાખવીને આ કંપનીને સેકન્ડ લોએસ્ટ ભાવે ર૦ બસનો ઓર્ડર આપીને ફરીથી કોર્પોરેશનને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો. ગત ઓક્ટોબર, ર૦૦૯માં અશોક લેલેન્ડને ઓર્ડર અપાયો હોવાનું ઓડિટ રિપોર્ટમાં ખૂલ્યું છે.

ટાટા મોટર્સ અને અશોક લેલેન્ડએ ઓર્ડર મળ્યા બાદ બે મહિનામાં નમૂનાની બસ તંત્ર સમક્ષ રજૂ કરી લીલી ઝંડી મેળવવાની હતી, પણ ટાટા મોટર્સે ૯૭ દિવસ મોડી રજૂ કરીને મંજૂરી મેળવી જ્યારે અશોક લેલેન્ડે ક્યારે મંજૂરી મેળવી તેની કોઇ વિગત અમદાવાદ જનમાર્ગ લિ.એ કોર્પોરેશને સૂચવેલા જરૂરી સુધારા પણ નમૂનાની બસમાં કરાયા નથી, જે અંગે ઓડિટ વિભાગે અમદાવાદ જનમાર્ગ લિ. પાસે સ્પષ્ટતા પણ માગી છે, જે આજદિન સુધી મળી નથી. અશોક લેલેન્ડને મલ્ટિપ્લેક્સ વાઇ‌િરંગ પેટે પ્રતિબસ રૂ.૭૦ હજાર તેમજ વાય‌િરંગની એકસાઇઝ ડ્યૂટીના વધારા પેટે રૂ.૪૮૦૦૦ વધારાને ચૂકવીને સીએનજી નોન એસી બસે પ્રતિબસની રૂ.ર૩.૯૬ લાખની કિંમતમાં રૂ.૧.૧૮ લાખ વધારી આપ્યા. બંને કંપનીને બસ સપ્લાય કરવાની મુદત પણ તા.૩૦ એપ્રિલ, ર૦૧૧ સુધી વધારી આપી. તેમ છતાં આટલા વિલંબથી લેવાયેલી બસ માટે ટેન્ડરની શરત મુજબની પેનલ્ટી પણ ન લેવાઇ તેમજ કુલ કોન્ટ્રાક્ટ વેલ્યૂની પાંચ ટકા પર્ફોર્મન્સ સિક્યોરિટી ઓડિટ મળ્યાના ‌૩૦ દિવસમાં લેવાની થતી હોવા છતાં તેમાં પણ મોડું થતાં તેની પણ પેનલ્ટી ન લેવાઇ.

આ તો ઠીક, બસ સપ્લાયરે બસ ર‌િજસ્ટર થયા બાદ બે લાખની કિલોમીટર સુધીની વોરંટી આપવાની થાય છે તેમજ બસના કોઇ પણ પાર્ટ્સમાં સુધારો કે રિપ્લેસમેન્ટ બસ ખરીદનારના વર્કશોપ પર પોતાના ખર્ચે અને જોખમે કરી આપવાનું હોય છે. જોકે આ શરતના અમલ માટે પણ અમદાવાદ જનમાર્ગ લિ.એ ઓડિટ વિભાગ સમક્ષ કોઇ સ્પષ્ટતા કરી નથી. આ ઉપરાંત સપ્લાયર દ્વારા બસના દરેક ભાગની કિંમતની વિસ્તૃત માહિતી પણ તંત્રને અપાઇ નથી.
અશોક લેલેન્ડ દ્વારા એક તબક્કે ર૦૦ સીએનજી નોન એસી બસના ઓર્ડરમાં ર૬ બસ બે વર્ષ જૂના મોડલની સપ્લાય કરી હતી. આમાં પણ મ્યુનિ. સત્તાવાળાઓએ આ કંપનીની તરફેણ કરીને પ્રતિબસના રૂ.૩૦.૪૩ લાખના નવા ભાવ મુજબ રર બસનો ઓર્ડર આપીને બસની ડિલિવરી તારીખ પણ તા.ર૪ નવે., ર૦૧૩ કરીને વધારી આપી.

બીઅારટીઅેસનો હવાલો સંભાળતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પી.અાર. ખરસાણે જણાવ્યું હતું કે અાવો કોઈ અોડિટ અહેવાલ મારા ધ્યાનમાં અાવ્યો નથી. છેલ્લા દોઢ વર્ષથી બસની ખરીદી કરાઈ નથી. હું સમગ્ર બાબતથી અજાણ છું.

You might also like