ઘરે જાતે જ બનાવતા શીખો ટેસ્ટી બ્રાઉન બટર શુગર કુકીઝ

આજે અમે તમને ઘર માટે બાળકોને પ્રિય એવી વાનગી બનાવતા શીખવીશું. કે જેને તમારૂ આખું પરિવાર જરૂરથી પસંદ કરશે. અને શું તમે નવી વાનગી બનાવવા માટે તત્પર છો. તો આજે અમે તમને એક સરસ વાનગી અને એમાંય બાળકોને પ્રિય એવી વાનગી બનાવતા શીખવીશું.

આ વાનગી છે બ્રાઉન બટર શુગર કુકીઝ. જેને બનાવવામાં કેટલો સમય લાગશે અને કેટલી સામગ્રી જોઇશે તે દરેક બાબતથી અમે તમને માહિતગાર કરાવીશું.

બ્રાઉન બટર શુગર કુકીઝ તૈયાર કરતા લાગતો સમય: 60 મિનિટ
બ્રાઉન બટર શુગર કુકીઝ પકવવામાં લાતો સમય: 41થી 50 મિનિટ
સર્વિંગ્સ: 4

બ્રાઉન બટર શુગર કુકીઝ બનાવવા માટેની સામગ્રી:
1 કપઃ માખણ
1 કપ, છાંટવા માટેઃ બ્રાઉન શુગર
1/2 કપઃ મેંદો
1: ઇંડું
1 નાની ચમચીઃ બૅકિંગ પાવડર
2 નાની ચમચીઃ તજ પાવડર
2 મોટી ચમચીઃ દૂધ

બ્રાઉન બટર શુગર કુકીઝ બનાવવા માટેની રીતઃ
સૌ પ્રથમ તમે એક પેન લો. તેમાં માખણ લઇને તેને ગરમ કરો. ત્યાર પછી તેને એક મોટા બાઉલમાં નાંખો. હવે તેની સાથે બ્રાઉન સુગર નાંખીને તેને બરાબર ફેંટો. ત્યાર બાદ હવે આ વાટકામાં મેંદો, બેકિંગ પાવડર અને તજ પાવડર ભેળવો.

હવે તેમાં ઉપરથી દૂધ નાંખો અને તેને સારી રીતે મિક્ષ કરો. ત્યાર બાદ તેને ઢાંકીને ફ્રિઝમાં અડધો કલાક માટે હવે મૂકી દો. હવે ઓવનને 180 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરો ને હવે ફ્રિઝમાંથી કુકીઝવાળો બાઉલ કાઢીને તેની લોઈ બનાવી દો.

હવે એક-એક લોઈને હાથોની વચ્ચે દબાવી રાખો, હવે આ જ રીતે તમે ઢગલાબંધ કુકીઝ બનાવી લો અને પછી કુકીઝને બેકિંગ ટ્રે પર બટર પેપર પાથરી 2 ઇંચનાં ગૅપ પર રાખી મૂકો. ત્યાર બાદ કુકીઝ પર થોડુંક બ્રાઉન સુગર છાંટી દો.

હવે તમે 10-15 મિનિટ સુધી કુકીઝને બૅક કરી લો ને તેને વચ્ચે-વચ્ચે જોતા રહો. કેમ કે એટલાં માટે કે જો તે વધુ કુક થઈ જાય તો વધારે કડક થઈ જશે. હવે બેકિંગ ટ્રેને ઓવનમાંથી બહાર કાઢી લો અને સામાન્ય તાપમાન સુધી તેને ઠંડી થવા દો. અંતે હવે આપ બિલકુલ સરળતાથી તેને મહેમાન માટે અથવા બાળકો માટે સર્વ કરી શકશો.

You might also like