મોટાભાઇની ઉધરસથી ખલેલ પહોંચતા નાના ભાઇએ હત્યા કરી નાખી

અમદાવાદ, શનિવાર
નવસારી જિલ્લાના એક ગામમાં નાના ભાઇએ તેના સગા મોટાભાઇની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરતા આ ઘટનાએ ચકચાર જગાવી છે.

બનાવની વિગત એવી છે કે, નવસારી જિલ્લાના ભૂલાફ‌િળયા ગામ ખાતે પ્રવીણભાઇ હળપતિ પોતાના પરિવાર સાથે રહેતા હતા. પ્રવીણભાઇને છેલ્લા કેટલાક સમયથી ઉધરસની બીમારી હતી. દવા કરવા છતાં ઉધરસમાં કોઇ રાહત થઇ નહોતી.

રાતભર પ્રવીણભાઇને ઉધરસ આવતી હોવાથી તેનો નાનો ભાઇ મંગુ ઉશ્કેરાયો હતો અને મોટા ભાઇ પ્રવીણભાઇને ઉધરસ ન ખાવા કહ્યું હતું. આમ છતાં ઉધરસ ચાલુ રહેતા ઉશ્કેરાયેલા મંગુએ ઊંઘમાંથી બેબાકળા જાગી પ્રવીણભાઇ પર છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી મંગુ નાસી છૂટ્યો હતો.

You might also like