બનેવીના અપહરણનો સાળાનો પ્લાન ૧૦ વખત નિષ્ફળ ગયો

મુંબઈ: સંજય શાહ નામના કાંદિવલીમાં રહેતા વેપારીનું અપહરણ કરી તેના ભાઈ પાસે બે કરોડની ખંડણી માગવાના અારોપસર ચારકોપ પોલીસે સંજયના સાળા મનોજ સહિત ચાર વ્યક્તિની ધરપકડ કરી છે. અારોપીઅોને કોર્ટમાં રજૂ કરાયા બાદ ૨૮ માર્ચ સુધીની પોલીસ કસ્ટડી અાપવામાં અાવી છે.

અારોપીઅોમાં મનોજસિંહ, મંગેશ માને, રૂપેશ લાડ અને રાહુલ અોઝાનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં મનોજે કબૂલ્યું કે તેની માતાને કેન્સર હોવાથી સારવાર માટે પૈસા ખૂટતા હતા તેથી તેને બનેવી સંજયનું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો. જો કે નસીબ જોગે ૧૦ વખત અા પ્લાન નિષ્ફળ ગયો.

પુત્રીની ટ્યૂશનની ફી ભરીને સંજય બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે મંગેશ, રૂપેશ અને રાહુલ ત્રણેયે સંજયને બોરીવલીના અેસપી રોડ પર અટકાવ્યો. તે વખતે મંગેશે પોલીસનો ડ્રેસ પણ પહેર્યો હતો. પોતે ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી હોવાનું કહીને સંજયને કારમાં બેસવાનું કહ્યું. સંજયને શેરમાર્કેટમાં નુકસાન ગયું હતું તેથી તેના પર કોઈ કાર્યવાહી ચાલતી હશે એમ માનીને સંજય અારોપીની કારમાં બેસી ગયો.

કારમાં બેઠા બાદ તેની અાંખ પર પાટા બાંધીને મનોજના કારખાને લઈ જવાયો. સંજય ઘરે ન પહોંચતાં તેના પરિવારે મિસિંગની ફરિયાદ કરી. અે દરમિયાન સંજયના ભાઈને અપહરણકર્તાઅોનો ફોન અાવ્યો અને બે કરોડની ખંડણી માગી. અારોપીઅોની શોધખોળ માટે સ્પેશિયલ પોલીસ ટીમ રચવામાં અાવી. પોલીસ અારોપીઅોને શોધી રહ્યાની જાણ થતાં તેમને સંજયને થાણેના બાળકુમમાં છોડી દીધો. ત્યાંથી પોલીસે ચારે જણાની ધરપકડ કરી.

માતાની કેન્સરની સારવાર માટે ખંડણી માગી
મનોજ સંજયનો સાળો છે જે પહેલા અાઈટી કંપનીમાં કામ કરતો હતો. પરંતુ તેની નોકરી છૂટી ગઈ હતી. તેની માતાને કેન્સરનું નિદાન થતાં સારવાર માટે પૈસાની જરૂર હતી. તેને સંજય પાસે પૈસા માગ્યા હતા પરંતુ તેને અાપવાનો ઇનકાર કર્યો. સંજયનાં અપહરણ માટે પોલીસ બનવા મંગેશે એક દુકાનમાંથી ૪૦૦ રૂપિયામાં ૧૦ વખત યુનિફોર્મ ભાડે લીધો પરંતુ અા વખતે તેને શંકા ન જાય તે માટે પોલીસ યુનિફોર્મ સીવડાવ્યો. સંજયના અપહરણમાં જે બે કરોડ રૂપિયા મળે તેમાંથી મનોજ તેના સાથીઅોને ૧૦-૧૦ લાખ રૂપિયા અાપવાનો હતો.

You might also like