આંખોની રોશની સુધારવા માટે ગાજર કરતાં પણ બ્રોકલી બેસ્ટ

અત્યાર સુધી આંખોની દૃષ્ટિ સુધારવા માટે ગાજર ખાવાની સલાહ અપાતી હતી, પરંતુ ટૂંક સમયમાં જ ડોક્ટરો ગાજરના બદલે બ્રોકલી ખાવાનું કહેતા થાય તો નવાઇ નહીં. બ્રોકલીમાં રહેલું એક ખાસ તત્ત્વ આંખની દૃષ્ટિ સુધારવામાં ઉત્તમ છે. લેબોરેટરીમાં થયેલા અભ્યાસમાં સાબિત થયું છે કે લીલા રંગની શાકભાજીમાં ઇન્ડોલ-૩ કાર્બિનોલ એટલે આઇ-૩-સી નામનું ઘટક હોય છે. બ્રોકલીમાં તે ભરપૂર માત્રામાં હોય છે. આ ઘટક મોટી માત્રામાં લેવામાં આવે તો ઉંમરને કારણે આંખના મેક્યુલા નામના ભાગમાં થતું ડીજનરેશન ધીમું પાડી શકે છે અને પાછલી વયે પણ આંખોની સમસ્યા થતી નથી.

You might also like