ઇન્દિરાનું શાસન બ્રિટીશરોથી પણ ખરાબ હતું!

પટણા : બિહાર સરકારની એક વેબસાઇટ ઉપર ઇન્દિરા ગાંધીના શાસને બ્રિટીશ શાસનથી પણ ખરાબ ગણાવ્યું છે. જેના કારણે રાજયમાં ગઠબંધન સરકારમાં સમાવેશ કોંગ્રેસ નારાજ છે. બિહારના ઇતિહાસ ઉપર લખાયેલી સમીક્ષામાં ઇન્દિરા ગાંધીને ‘નિરંકુશ શાસન’ અને કટોકટી સમયે વધેલા ‘દમન’નો હવાલો આપ્યો હતો.

સમીક્ષામાં ભારતના આધુનિક ઇતિહાસમાં જયપ્રકાશ નારાયણના યોગદાનનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે, જેપી જ હતા જેમણે નિરંતર અને મજબૂતીથી ઇન્દિરા ગાંધીને નિરંકુશ શાસન અને તેમના નાના દીકરા સંજય ગાંધીનો વિરોધ કર્યો હતો. આ અનુસાર જેપી ના વિરોધ પર લોકોની પ્રતિક્રિયાથી ડરીને ઇન્દિરા ગાંધીએ ૨૬ જૂન ૧૯૭૫માં કટોકટી દાખલ કરવાની ઘોષણા કરીને તેમની ધરપકડ કરાવી દીધી હતી.

જેપીને દિલ્હી પાસે સ્થિત તિહાડ જેલમાં રાખવામાં આવ્યા હતા જયાં કુખ્યાત ગુનેગારોને રાખવામાં આવતા હતા. ઉલ્લેખનીય છે કે લેખથી નારાજ રાજય કોંગ્રેસના નેતા ચંદન યાદવે કહ્યું હતું કે ઉલ્લેખ સંપૂર્ણ પણ અસ્વીકાર્ય છે અને તેમની પાર્ટી મુખ્યમંત્રી નીતીશ કુમાર સામે આ મુદ્દો ઉઠાવશે.

You might also like