ખેડૂતોએ એક લાખમાં ખરીદેલી વસ્તુ હરાજીમાં ૧.૯૬ અબજમાં વેચાશે

બ્રિટનમાં રહેતા એક ખેડૂતે ચાઈનીઝ સીરામીકના બનેલા લગભગ ૧૦૦ જેટલા અલગ અલગ પીસ ૮થી ૧૦ હજાર રૂપિયામાં ખરીદ્યા હતા. તેની ટોટલ કિંમત એક લાખ ચુકવી હતી. અા સીરામીકના વાસણો ચીનની ટેન્ગ, સોન્ગ, મીન્ગ અને કિંગ સામ્રજ્યના સમયના હતા. અા બધી વસ્તુઓનું કલેક્શન વેચીને હવે તેનો પરિવાર અબજોપતી બનશે. બ્રિટનમાં યોજાનારી હરાજીમાં ૧૫મી સદીના અા ૧૦૦ પૌરાણીક નમૂનાઓ ૨૦ મિલિયન પાઉન્ડ એટલે કે ૧.૯૬ અબજ રૂપિયા લાવી અાપશે તેવી અાશા છે.

You might also like