બ્રિટનમાં વૈવાહિક જીવનથી ખુશ છે કપલ્સ

તાજેતરમાં જ કરવામાં આવેલા એક સંશોધન અનુસાર કેટલીક રોચક વાતો સામે આવી છે. સરવે અનુસાર ઉત્તરપૂર્વ બ્રિટનમાં રહેનારા લોકો દેશના અન્ય ભાગોમાં રહેનારા લોકો કરતાં બેડ પર વધારે સક્રિય રહે છે. તેઓ એક મહિનામાં ઓછામાં ઓછું 5 વખત સેક્સ માણે છે.

તો બીજી તરફ સરેરાશ બ્રિટિશ નાગરિકો મહિનામાં માત્ર 3 વખત જ સેક્સ માણે છે. જ્યારે કે ત્રીજા ભાગના લોકોનો એવું કહેવું છે કે તેઓ મહિના સુધી સેક્સ જ નથી કરતાં. આ સર્વેક્ષણ માર્કેટ રિસર્ચ ફર્મ વનપોલે આઇટીવી પર પ્રકાશિત થનારા કાર્યક્રમ દિસ મોર્નિંગ માટે કરાવ્યો હતો.

વેલ્સમાં 35 ટકા લોકોનું એવું કહેવું છે કે તેઓ પોતાના જીવનમાં ઉમંગ પેદા કરવા માટે પોર્ન જુએ છે. તો કેટલાકે સેક્સ માણ્યું હતું તેમાનાં અનેકે એવું કહ્યું કે, નકલી ચરમસુખ, થકાવટ અને પારિવારીક જવાબદારીઓની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. જોકે ત્રીજા ભાગના લોકો પોતાની સેક્સ લાઇફથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ જોવા મળ્યાં. 70 ટકા મહિલાઓએ કહ્યું કે, તેમની સેક્સ લાઇફ ખુબ જ સારી ચાલી રહી છે. જ્યારે કે 58 ટકા પુરુષો પોતાની સેક્સ લાઇફથ સંતુષ્ટ જોવા મળ્યા હતા.

You might also like