રક્ષા સોદા માટે રોલ્સ રોયસે ભારતમાં આપ્યા હતાં 82 કરોડ રૂપિયા

નવી દિલ્હી: ભારતમાં રક્ષા સોદાને લઇને ખુલાસો થયો છે કે એક બ્રિટિશ કંપનીએ ભારતીય એજન્ટને આશરે 82 કરોડ રૂપિયા આપ્યા. માડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રોલ્જ રોયસ નામની કંપનીએ ડીલ ફાયનલ કરવા આ રકમ આપી.

મળતી માહિતી અનુસાર, ભારતીય વાયુ સેનાના ઉપયોગમાં આવનારા હોક એરક્રાફ્ટના એન્જીનનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે કંપનીએ આ ખાનગી રકમની ચૂકવણી કરી. હથિયારોના ડીલર સુધીર ચૌધરીને કંપનીએ આ પૈસાની ચુકવણી કરી છે. સૂત્રઓ પ્રમાણે હાલમાં લંડનમાં રહી રહેલા સુધીર ચૌધરી પર રક્ષા સોદાને લઇને પહેલાથી દલાલીનો આરોપ છે. ભારત સરકારે પણ ચૌધરીને બ્લેક લિસ્ટમાં મૂક્યો છે.

આ પહેલા સીબીઆઇએ એમ્બ્રાયર એરક્રાફ્ટ ડીલની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું હતું કે આશરે 36.5 કરોડ રૂપિયા કમિશન તરીકે આપ્યા હતાં. સીબીઆઇનું કતહેવું હતું કે બ્રાઝીલની કંપની સાથે થયેલી આ ડીલમાં કમિશનની રકમ વિદેશમાં આપવામાં આવી.

જો કે બ્રાઝીલના એક ન્યૂઝપેપરે તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે કંપનીએ સાઉદી અરબ અને ભારતમાં સોદો મેળવવા માટે વચ્ચેના લોકોની સેવા લીધી હતી. ભારતના રક્ષા ખરીદના નિયમો અનુસાર આ પ્રકારના સોદા પર વચ્ચેના લોકો પર કડક પ્રતિબંધ છે. અને છાપામાં લખ્યું હતું કે કંપનીએ બ્રિટેનમાં રહેનારા એક રક્ષા એજન્ટને ભારત સાથે સોદાનું અંતિમ રૂપ આપવા માટે કથિત તરીકે કમિશનની ચુકવણી કરી હતી.

You might also like