રાહુલ ગાંધીની બ્રિટનની નાગરિકતા માત્ર ટાઇપિંગની ભુલ

નવી દિલ્હી : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પાસે બ્રિટનની નાગરિકતા હોવાનાં સવાલ બાદ હવે સરકારી વિભાગનું સ્પષ્ટીકરણ સામે આવ્યું છે. બ્રિટનનાં સરકારી વિભાગ કંપનીજે હાઉસે કહ્યું છે કે રાહુલ ગાંધીને બ્રિટિશ નાગરિક તરીકે દેખાડવું એક ટાઇપિંગની ભુલ છે. કંપનીઝ હાઉસે કહ્યું કે હોઇ શકે છે કે આ ભુલ જાણકારી સબમીટ કરનારા લોકો તરફથી કરવામાં આવી હોય.
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીનાં નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર બ્રિટનનાં નાગરિક હોવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલનું ભારતીય નાગરિકત્વ પુરૂ કરવાની માંગ પણ કરી હતી. સ્વામીએ એક પત્રકાર પરિષદમાં નાગરિકત્વ અંગે રાહુલ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. સ્વામીએ દાવો કર્યો હતો કે તેની પાસે દસ્તાવેજી પુરાવા છે કે રાહુલ ગાંધી ભારત અને બ્રિટન બંન્ને દેશોનું નાગરિકત્વ ધરાવે છે. જે સંપુર્ણ રીતે અસંવૈધાનિક છે.
પોતાનાં આરોપોનાં પુરાવા તરીકે તેમણે બ્રિટનમાંથી મળેકા થોડા દસ્તાવેજો પણ મીડિયા કર્મચારીઓને દેખાડ્યા હતા. સ્વામીએ કહ્યુંકે એક એવી બ્રિટિશ કંપનીનો રેકોર્ડ પણ છે જેમાંગાંધીની 65 ટકા ભાગીદારી છે. તેમણે કહ્યું કે 2006માં ગાંધીએ બ્રિટનના ઇન્કમટેક્ષ વિભાગમાં રિટર્ન પણ ભર્યું હતું જે આ વાતનો મજબુત પુરાવો છે કે તે બ્રિટનનો નાગરિક છે અને તેનો કંપનીમાં ભાગ પણ છે.

You might also like