ભારત સમૃદ્ધ થયું, હવે બ્રિટન તરફથી મળતી મદદ બંધ થઈ

નવી દિલ્હી: બ્રિટન સરકારે ભારતને અપાતી મદદ રોકવાનું નક્કી કર્યું છે. ૧ જાન્યુઅારી ૨૦૧૬થી ભારતને કોઈપણ પ્રકારની અાર્થિક મદદ નહીં મળે. બ્રિટન સરકારે ભારતની અર્થવ્યવસ્થાના સતત વધતા અાકાર અને ઘરેલુ સ્તર પર વિરોધને જોતાં ૨૦૧૨માં અા નિર્ણય લીધો હતો. બ્રિટિશ સરકારનો અા નિર્ણય ત્રણ વર્ષ બાદ લાગુ થયો છે. કેમ કે તેમની મદદથી ચાલતા પ્રોજેક્ટ હવે પૂરા થયા છે.

વિદેશ મંત્રાલયે ગયા અઠવાડિયે સંસદને જણાવ્યું કે હવે અે સહમતિ સધાઈ છે કે હાલની યોજનાઅો યોગ્ય રીતે પૂરી થશે અને તેના માટે ટેકનિકલ સહયોગ જારી રહેશે. ૨૦૧૨માં તત્કાલિન નાણાં પ્રધાન પ્રણવ મુખરજીઅે કહ્યું કે બ્રિટિશ મદદને અપ્રાસંગિક ગણાવી હતી. પ્રણવે કહ્યું હતું કે અાપણી બ્રિટનની અાર્થિક સહાયતા વગર ઘણું બધું સારું કરી શકીઅે છીઅે. તેની પર બ્રિટનમાં ખૂબ જ વિરોધ થયો હતો અને લોકોઅે સરકારને ભારતને અપાતી મદદ બંધ કરવાની માગણી કરી હતી. બ્રિટિશ નાગરિકોનો એ તર્ક હતો કે ભારત એવો દેશ છે જે સ્પેસ રિસર્ચથી લઈને ડિફેન્સ સુધી ખૂબ મજબૂત છે.

અાર્થિક સહાયતા અાપવાના સમર્થકોઅે તેને ભારતના લાખો ગરીબોના જીવન સ્તરમાં સુધારવા માટે જરૂરી ગણાવ્યો હતો. વિદેશ મંત્રાલયે કહ્યું કે બ્રિટન સરકારની મદદથી ચાલી રહેલા પ્રાઈવેટ સેક્ટર ડેવલોપમેન્ટ ઇનિશિયેટિવ હેઠળ અોછી અાવકવાળાં અાઠ રાજ્ય મધ્યપ્રદેશ, અોરિસ્સા, બિહાર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ, યુપી અને રાજસ્થાનમાં પ્રાઈવેટ સેક્ટરમાં રોકાણ યોજનાઅો ચાલી રહી છે તે હાલમાં ચાલુ રહેશે. સરકારે કહ્યું કે બ્રિટનને સરકારી યોજનાઅો માટે ૨૦૧૩થી ૨૦૧૫ સુધી મદદ અાપી હતી. અા સમયે ૨૬ સરકારી સેક્ટરમાં બ્રિટન સરકારની મદદથી કેટલીક યોજનાઅો ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે અા મહિને બ્રિટિશ મીડિયામાં સમાચાર અાવ્યા હતા કે સરકાર ભારતને અપાતી મદદને રોકવા માટે પ્રતિબદ્ધ છે.

બ્રિટિશ સરકાર તરફથી સૌથી વધુ અાર્થિક મદદ અપાતા દેશોમાં ભારત બીજા સ્થાને છે.  ઇથોપિયાને બ્રિટન સરકાર તરફથી સૌથી વધુ અાર્થિક સહાયતા મળે છે. અાઝાદી બાદ બ્રિટન સરકારે એવા કેટલાક દેશોને મદદ અાપવાનું ચાલુ રાખ્યું હતું જેથી તેઅો ઝડપથી વિકાસ કરી શકે. ભારતની ઝડપથી વધતી અર્થવ્યવસ્થા અને બ્રિટનના નબળા થતા જતા અાધારના લીધે બ્રિટનના નાગરિકોઅે ભારતને અપાતી અાર્થિક મદદ રોકવાની માગણી કરી હતી.

You might also like