ગુડગાંવ: 19મા માળેથી છલાંગ મારીને બ્રિટેનિકાના COO એ કરી આત્મહત્યા

ગુડગાંવ: ગુડગાંવમાં એક મલ્ટીનેશન કંપનીના COO એ 19મા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે વિનીત કોઇ વાતને લઇને દુખી હતો. આ વાત તેના બ્લોગ અને તેની સુસાઇટ નોટમાં પણ સામે આવી. તો બીજી તરફ પોતાના પુત્રની આત્મહત્યાના સમાચાર સાંભળીને તેના પિતાને હાર્ટ એટેક આવી ગયો છે અને તેમની હાલત ગંભીર છે.

મળતી માહિતી અનુસાર દિલ્હીને અડીને આવેલા ગુડગાંવમાં ઇન્ટરનેશનલ કંપની બ્રિટેનિકાના ચીફ ઓપરેટિંગ ઓફિસર વિનિત વિગે આત્મહત્યા કરી લીધી. રવિવારે સવારે તે મોનિંગ વોક માટે ઘરથી નિકળ્યા અને એપાર્ટમેન્ટના 19 માળેથી કૂદી ગયા. તે પોતાના પરિવાર સાથે બ્લોક ડીમાં રહે છે. પરંતુ તેમણે બ્લોક ડીના વેંટિલેશન શાફ્ટમાંથી છલાંગ લગાવી.

પોલીસે જણાવ્યું હતું કે રવિવારે સવારે 9 વાગે સ્વીપર સફાઇ કરવા માટે પહોંચ્યો તો વિનીતના મોતના સમાચાર મળ્યા. તેમના જૂતાંથી ખબર પડી કે તેમણે 19મા માળેથી છલાંગ લગાવી. તેમના ખિસ્સામાંથી સુસાઇટ નોટ મળી છે. તેમણે લખ્યું કે તે પોતે પરેશાન હતા. વિનીતની આત્મહત્યાના સમાચારથી તેમના પિતા ઓમ વિગને ઉંડો આધાત પહોંચ્યો છે. તેમને હાર્ટ એટેક આવી ગયો.

તમને જણાવી દઇએ કે વિનીતે પોતાના બ્લોગ ‘વિનીત ઓન અર્થ’માં લખ્યું હતું, ‘હું આવ્યો. મેં જોયું. હું થોડીવાર રડ્યો. પછી થોડીવાર માટે સુઇ ગયો. ‘તે ડીએલએફ એપાર્ટમેન્ટમાં પોતાના પિતા, પત્ની, બે પુત્રો અને એક પુત્રી સાથે રહે છે. તેમનો પુત્ર 19 વર્ષનો છે, જે કોલેજમાં અભ્યાસ કરે છે. બાકીના બે બાળકો નાના છે. પરિવારમાં માતમનો માહોલ છે.

You might also like