બ્રિટનમાં આગામી સપ્તાહે નીલામ થશે મહારાણીનો દુર્લભ પત્ર

લંડનઃ મહારાણી એલિઝાબેથ દ્વિતિયનો દુર્લભ પત્ર જે આગામી સપ્તાહે નીલામી માટે મુકવામાં આવશે. આ પત્રમાં તેમણે લખ્યું હતું કે તેમને અને તેમના પતિ પ્રિન્સ ફિલીપને એક-બીજા સાથે કેવી રીતે પ્રેમ થઇ હતો. આ પત્ર અંગે લોકોમાં અનેરી ઉત્સુકતા છે. ત્યારે આગામી સપ્તાહે તેની નીલામી થવાની છે. મહારાણીએ 21 વર્ષની ઉંમરે વર્ષ 1947માં બે પાનાનો પત્ર લેખિકા બેટી સ્પેસર શોને લખ્યો હતો. તેમણે તેમના અને પ્રિન્સ ફિલિપના વિવાહના થોડા મહિનાઓ પહેલાં આ પત્ર લખ્યો હતો.

એક સમાચાર પત્ર દ્વારા મળતી માહિતી પ્રમાણે બેટી સ્પેસર શો, વિવાહ પર રોયલ વેડિંગ નામનુ પુસ્તક લખી રહી હતી. જેના માટે એલિઝાબેથ તેમના સંબંધોની માહિતી આપવા માટે તૈયારી બતાવી હતી. આ પત્ર દક્ષિણ પશ્ચિમ ઇગ્લેન્ડના વિલ્ટશાયરના ચિપ્પેન્ગમ નીલામી કક્ષમાં 23 એપ્રિલે નીલામ કરવામાં આવશે. જેની કિંમત લગભગ 1200 પાઉન્ડ હોવાની સંભાવના છે. આ બે પાનાની ચિઠ્ઠીમાં માહારાણીએ લખ્યું છે કે કેવી રીતે તેઓ 1939માં પ્રિન્સ ફિલિપને મળ્યા હતા. સાથે જ તેમણે લંડનના નાઇટ ક્લબ કિરોજ એન્ડ ક્વાગલિંઓજમાં ડાન્સ કર્યો હતો.

You might also like