બ્રિટનનાં વડાપ્રધાન થેરેસા નવેમ્બરમાં ભારતની મુલાકાતે

લંડન : બ્રેગ્ઝિટ જનમત સંગ્રહ બાદ દ્વિપક્ષીય સંબંધોને મજબુત બનાવવા માટે બ્રિટિશ વડાપ્રઅધાન થેરેસા નવેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે. આ મુલાકાતનો મુળ ઉદ્દેશ્ય યુરોપિયન યુનિયનથી બ્રિટન દ્વારા બહાર થવાની જાહેરાત બાદ કારોબારી સંબંધોને મજબુત બનાવવાનું છે. વડાપ્રધાન બન્યા બાદ તેમની યૂરોપની બહારનાં દેશમાં આ પ્રથમ યાત્રા હશે.

10 ડાઉનિંગ સ્ટ્રીટનાં અધિકારીઓએ જણાવ્યું કે જુલાઇ 2016માં બ્રિટિશ વડાપ્રધાન બન્યા બાદ તેમના પર બ્રિટનની ગ્લોબલ ભુમિકા નક્કી કરવાની જવાબદારી હતી. આ ક્રમમાં યુરોપની બહારનાં કોઇ દેશની સાથે દ્વિપક્ષીય સંબંધો મજબુત બનાવવાની દિશામાં તેમની આ પહેલી મુલાકાત હશે. તેમની મુલાકાત છથી આઠ નવેમ્બર દરમિયાન યોજાશે. આ મુલાકાતમાં તેમની સાથે બિઝનેસમેનનું એક પ્રતિનિધિમંડળ પણ હશે.

ભારતની મુલાકાત દરમિયાન બ્રિટિશ વડાપ્રધાન થોરેસામાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં ટેક સમ્મીટનું ઉદ્ધાટન પણ કરશે. બ્રિટનનાં ઇન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી ઓફ સ્ટેટ લિયામ ફોક્સે આ વાતી સંભાવના વ્યક્ત કરી છે કે યાત્રા દરમિયાન ભારતની સાથે કેટલાક વ્યાપારિક અને વ્યાવસાયિક સોદાઓની પણ શક્યતાઓ છે.

You might also like