બ્રિટનની રાજકુમારીએ પહેરેલો ડ્રેસ ફેમસ થયો

થોડાં દિવસ પહેલા કેટ મિડલ્ટને બ્રિટનની રાજકુમારી શાર્લોટની બે લેટેસ્ટ તસવીરો જાહેર કરી હતી. જેમાં તેના ચહેરાની સરખામણી તેના િપતા વિલિયમ સાથે કરાઈ હતી. ક્યૂટ તસવીરમાં રાજકુમારીના કપડાંની જબરદસ્ત નોંધ લેવાઈ છે. અા કપડાં કોણે બનાવ્યા છે તે શોધાઈ ગયું છે. શાર્લોટની સ્પેનિસ નાનીએ એમ એન્ડ એચ નામના સ્પેનના એક બુટિકમાંથી અા ફ્રોક ખરીદ્યુ હતું. તેની કિંમત ૨૧ પાઉન્ડ એટલે કે લગભગ ૨૧૦૦ રૂપિયા છે. અા વાત જાહેર થતાં સ્પેનના અા બુટિક ઉપર પ્રિન્સેસ જેવા ફ્રોકના ઢગલાબંધ ઓર્ડર મળવા લાગ્યા છે.

You might also like