બ્રિટેન વૈજ્ઞાનિકોએ કર્યો દાવો, કહ્યું કે,”આ બેક્ટેરિયાથી થશે HIVનો ઇલાજ”

1લી ડિસેમ્બરનાં રોજ વિશ્વ એઇડ્સ દિવસ છે. એ પહેલાં HIV પોઝીટીવનાં લોકો માટે એક સારા ન્યૂઝ સામે આવી રહ્યાં છે. બ્રિટેનનાં વૈજ્ઞાનિકોએ HIVની સારવાર શોધી કાઢી તેવો દાવો કર્યો છે. એમનાં જણાવ્યા અનુસાર ચિલીનાં અતાકામા રણમાં મળી આવેલ જીવાણુંઓથી HIVની સારવાર સંભવ છે.

વૈજ્ઞાનિકોએ ચિલીનાં અતાકામા મરૂસ્થલમાં જીવાણુઓનાં એક ગુપ્ત કોષ વિશે શોધી કાઢેલ છે. આ જીવાણુ HIVની સારવારમાં ખૂબ જ સક્ષમ સાબિત થઇ શકે છે. મરૂસ્થલ ધરતીનાં સૌથી ઊંચા અને સૌથી શુષ્ક સ્થાનોમાં એક છે.

અનુસંધાનકર્તાઓએ સમુદ્રતળથી 3,000થી 5,000 મીટર પરથી લેવામાં આવેલ માટીનાં નમૂનાઓનો અભ્યાસ કરીને સૌને ઉત્સાહિત કરનાર આ પરિણામોને સામે રાખ્યા છે. બ્રિટેનની ન્યૂકૈસલ યૂનિવર્સિટીનાં માઇકલ ગુડફેલોએ કહ્યું કે,”અધ્યયનમાં એક્ટિનોબેક્ટેરીયા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું. એક્ટિનોબેક્ટેરીયા અમારા ઇકોલોજી તંત્રની મૂળ તત્વ પ્રજાતિ છે અને એમણે બાયોએક્ટિવ પદાર્થોનો સૌથી મહત્વનો સ્ત્રોત માનવામાં આવે છે.

ગુડફેલોએ જણાવ્યું, જીવાણુઓનો આ કોષ બોયોટેક્નોલોજી સંબંધી કાર્યક્રમોનાં માટે અત્યાધિક નવા સ્ત્રોતોની સંભાવનાને દર્શાવે છે. ખાસ કરીને એવા સમયમાં હાજર એન્ટીબાયોટિક દવાઓ પ્રતિ પ્રતિરોધ પેદા થવું એ ગ્લોબલ હેલ્થને માટે એક મોટો ખતરો માનવામાં આવે છે.

ગુડફેલોએ કહ્યું કે નવી રીતે ઉપચાર વિકસિત કરવાની સાથે જ આ જીવાણુની એક જાતિ એ એંજાઇમને બાધિત કરે છે, કે જે HIV વિષાણુનાં પ્રજનનમાં મદદ કરે છે. આનાંથી HIV-નિરોધી દવાઓ બનાવવામાં મદદ મળી શકે છે. આ અનુસંધાન એક્સ્ટ્રીમોફિલ્સ પત્રિકામાં પ્રકાશિત કરેલ છે.

You might also like