સટ્ટાબજારમાં અનુમાનઃ બ્રિટન યુરોપમાં રહેશે!

મુંબઇ: આવતી કાલે બ્રિટન યુરો ઝોનમાં રહેશે કે નહીં તે અંગે જનમત સંગ્રહ થવાનો છે. શુક્રવારે આ જનમતનું પરિણામ આવનાર છે, જોકે આ પરિણામ પૂર્વે સટ્ટાબજારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. બ્રિટન યુરો ઝોનમાં રહેશે કે નહીં તે અંગેની સંભાવનાઓ પર સટ્ટો ખેલાઇ રહ્યો છે. સટ્ટાબજારના ટ્રેન્ડ મુજબ પાછલા સપ્તાહે બ્રિટન યુરો ઝોનમાંથી બહાર નીકળવાની સંભાવના ૪૦ ટકાથી વધુ હતી. લંડનની ઓનલાઇન કંપની લેડબ્રોક્સના જણાવ્યા અનુસાર આ ટ્રેન્ડમાં બદલાવ આવી રહ્યો છે. બ્રિટન યુરો ઝોનમાં રહેવાની સંભાવના ૭૩ ટકા છે.

દરમિયાન જનમત સંગ્રહ ઉપર મોટા પ્રમાણમાં સટ્ટો ખેલાઇ રહ્યો છે. એક રિપોર્ટ મુજબ અંદાજે ૪.૨ કરોડ ડોલરનો અત્યાર સુધી સટ્ટો ખેલાઇ ચૂક્યો છે. નોંધનીય છે કે આ અગાઉ વર્ષ ૨૦૧૪માં ફિફા વર્લ્ડકપમાં મોટા પ્રમાણમાં સટ્ટો ખેલાયો હતો.

બ્રિટન યુરો ઝોનમાં રહેશે કે નહીં તેના ઉપર સમગ્ર વિશ્વનાં મૂડીબજારની નજર છે. જાણકારોનું માનવું છે કે બ્રિટન યુરો ઝોનમાં રહેશે કે નહીં રહે તેના પરિણામની અસર કરન્સી માર્કેટ ઉપર સૌથી વધુ થશે .

You might also like