માલ્યા, મોદી અને મેમણ ત્રણેયને સોંપવા માટેની બ્રિટને દર્શાવી તૈયારી

લંડન : દેશની વિવિધ બેંકોનાં લગભગ 9હજાર કરોડ રૂપિયાની લોન લઇને ભાગી ગયેલ દારૂ વેપારી વિજય માલ્યાનાં પ્રત્યાર્પણ માટે પ્રયાસો કરી રહેલ સરકારને સફળતા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. એક સમાચાર ચેનલનાં દાવા અનુસાર મંગળવારે બ્રિટન સરકારે ભાગેડુ લોન ડિફોલ્ટર માલ્યાને ભારતને સોંપવાનું આશ્વાસન આપ્યું છે.

બ્રિટને વિજય માલ્યા ઉપરાંત આઇપીએલમાં ગોટાળા કરવાનાં આરોપી લલિત મોદી અને 1993 વિસ્ફોટનાં આરોપી ટાઇગર મેમન વિરુદ્ધ પણ પગલા લેવા માટેનો ભરોસો પણ આપ્યો છે. વિજય માલ્યા અત્યારે ભારત છોડીને લંડનમાં રહી રહ્યા છે. તેમણે પરત ભારત પ્રત્યાર્પિત કરવા માટે મંગળવારે બ્રિટનનાં પાંચ સભ્યોનું ડેલિગેશનને ભારતીય વિદેશ મંત્રાલયનાં અધિકારીઓએ નવી દિલ્હીમાં મુલાકાત કરી હતી.

સુત્રો અનુસાર આ મીટિંગમાં બ્રિટનનાં ગૃહમંત્રાલયનાં અધિકારીઓ ઉપરાંત ભારતીય વિદેશ મંત્રાલય, સીબીઆઇ, ગૃહમંત્રાલય અને ઇન્ટેલિજન્સ બ્યૂરોનાં અધિકારીઓ ભાગ લીધો હતો. આ મીટિંગમાં તે પણ ચર્ચા કરવામાં આવી કે જો માલ્યાએ તેમના પર લાગેલ આરોપમાં દોષીત સાબિત થાય તો તેને કેટલા વર્ષની સજા થશે.

You might also like