રામ મંદિર માટે સંસદમાં કાયદો લાવવામાં આવેઃ તોગડિયા

નવી દિલ્હી: વિશ્વ હિંદુ પરિષદના મહામંત્રી પ્રવીણ તોગડિયાએ અશોક સિંઘલના અવસાન પર યોજાયેલ એક શોકસભા દરમિયાન સંસદમાં કાયદો પાસ કરીને અયોધ્યામાં રામ મંદિર બનાવવાની વાત કરી હતી.

પ્રવીણ તોગડિયાએ સ્વર્ગસ્થ અશોક સિંઘલની શોકસભામાં જણાવ્યું હતું કે અશોક સિંઘલ રામ જન્મભૂમિ આંદોલનના પર્યાય હતા. તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવું પડશે. આ સભામાં ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ અને રાજ્યપાલ ઓ. પી. કોહલી પણ હાજર હતા.

પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે અમારી માગણી છે કે મંદિર નિર્માણ માટે સરદાર પટેલની પદ્ધતિનો ઉપયોગ કરવો જોઇએ. સોમનાથ મંદિરના નિર્માણ માટે સરદાર પટેલ લોકો સાથે વાત કરવા ગયા ન હતા કે ન તો તેમણે કોઇ કોર્ટના આદેશની રાહ જોઇ હતી, પરંતુ તેમણે સંસદમાં જ એક ઠરાવ પસાર કરાવી દીધો હતો. એજ રીતે વર્તમાન સંસદમાં રામ મંદિરના નિર્માણ માટે એક કાયદો લાવવો જોઇએ.

You might also like