પુલની રેલિંગ તોડીને ખાઇમાં ખાબકી બસ : 8 લોકોનાં મોત નિપજ્યા

જૌનપુર : ઉત્તરપ્રદેશનાં જૌનપુરનાં સિકરારા ક્ષેત્રમાં રાજ્ય પરિવહન નિગમની એક બસ ખાઇમાં ખાબકવાનાં કારણે 8 યાત્રીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે 35થી વધારે લોકો ઘાયલ થઇ ગયા હતા. પોલીસનાં અનુસાર અલ્હાબાદથી આજમગઢ જઇ રહીલે પરિવહન નીગમની બસ સઇ નદી પરથી પસાર થઇ રહી હતી ત્યારે અસંતુલીત થવાનાં કારણે નીચે રહેલી ખાઇમાં ખાબકી હતી.

4 યાત્રીઓ ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 4 દિવસ બાદ દમ તોડ દીયા. દુર્ઘટનામાં 35 લોકોનાં ઘાયલ થવાની માહિતી છે. ઘટના પર પોલીસ અને તંત્રનાં વરિષ્ઠ અધિકારીઓ પહોંચી ચુક્યા છે. રાહત અને બચાવ કાર્ય યુદ્ધનાં ધોરણે ચાલુ કરી દેવામાં આવ્યું છે. બસ તથા શબોની બહાર કાઢવાની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે.

દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને નજીકની જીલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે બસ કયા સંજોગોમાં નીચે ખાબકી તેની તપાસ માટેનાં પણ આદેશો આપી દેવામાં આવ્યા છે. જ્યારે કેટલાક ગુમ થયેલા લોકોની પણ શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

You might also like