દુલ્હન મોડી પડી તો વરરાજાએ કરવાની જ ના પાડી દીધી, 10લાખનો ખર્ચ માથે પડ્યો

લંડન, ગુરુવાર
લગ્ન માટે સાજ પાર્લરમાં તૈયાર થવા ગયેલી દુલહન મોટા ભાગે મોડી જ પડતી હોય છે, કેમ કે દુલહનને સાજ સજવામાં વાર લાગે છે, જોકે ઇગ્લેન્ડના એસેક્સ પ્રાંતના હોર્નચર્ચ ટાઉનમાં રહેતી નિકોલા ટોહી નામની ૪૬ વર્ષની મહિલા પોતાના લગ્નના દિવસે એટલી બધી ગરબડમાં અટવાઇ ગઇ કે તે પોતાનાં લગ્નનો સમય પૂરો થઇ ગયો ત્યાં સુધી પહોંચી ન શકી. તેથી તેના ભાવિ પતિએ તેની સાથેના લગ્ન સંબંધો જ તોડી નાખ્યા હતા.

નિકોલા જ્યારે તૈયાર થઇને લગ્નના સ્થળ પર પહોંચી ત્યારે રિસેપ્શનનો સમય થઇ ગયો હતો અને નિકોલાની આટલી બધી લેટ લતીફીથી તેનો ફિયાન્સ ડેરેન ફેર્ને એટલો બધો ગુસ્સે ભરાયેલો હતો કે તે પોતાની ભાવિ પત્નીને ત્યાં જ છોડીને જતો રહ્યો હતો. નિકોલા અને ડેરેન ર૦૧૪માં ઓનલાઇન મળ્યાં હતાં. તેઓ પોતાનાં લગ્ન માટે એટલાં બધાં ઉત્સાહી હતાં કે તેઓ છેલ્લા સાત મહિનાથી લગ્નની તૈયારીઓ કરી રહ્યાં હતાં અને આ માટે તેમણે ૧ર,૦૦૦ પાઉન્ડ એટલે કે લગભગ ૧૦.૭પ લાખ રૂ‌િપયાનો ખર્ચ કર્યો હતો.

નિકોલા અને ડેરેને આગલી રાતે વેડિંગનું આખું રિહર્સલ પણ કરેલું, જે પરફેકટ હતું, પરંતુ છેલ્લી ઘડીએ જ્યારે વેડિંગ માટે તૈયાર થઇને નીકળવાનું હતું ત્યારે મેકઅપમાં ધબડકો થઇ ગયો હતો. જોઇતાં ફૂલ ન આવી શક્યાં અને તેની એક બ્રાઇડસ મેઇડ પણ છેલ્લી ઘડીયે ગાયબ થઇ ગઇ.

આ બધાંને મેનેજ કરીને લગ્નના સ્થળ પર પહોંચતાં નિકોલાને એટલી વાર લાગી કે લગ્નનો સમય વીતી ગયો હતો. રિસેપ્શન માટે આમંત્રિત મહેમાનો આવવા લાગ્યા ત્યાં સુધી દુલ્હો તેની રાહ જોતો રહ્યો હતો. આખરે તેની ધીરજનો અંત આવી ગયો હતો અને નિકોલાને જોઇ રિસેપ્શનમાં જ ડેરેને તેને છૂટી કરી દીધી હતી.

You might also like