બ્રિક્સમાં ભારતની સૌથી મોટી કૂટનીતિક જીત

ચીનમાં ચાલી રહેલા બ્રિકસ શિખર સંમેલનમાં રજૂ કરાયેલા જાહેરનામામાં આતંકવાદ પર નિશાન તાકવામાં આવ્યું છે. આમા મહત્વની વાત એ છે કે તેમાં પાકિસ્તાનના કેટલાક આતંકી સંગઠનનો સમાવેશકરવામાં આવ્યો છે. આવુ પ્રથમ વખત બન્યુ છે કે જ્યારે બ્રિક્સના જાહેરનામામાં આતંકી સંગઠનોના નામનો સમાવેશ કરાયો છે. જાહેરનામામાં જે પાકિસ્તાન સંગઠનના નામ છે તેમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા પ્રમુખ છે. ઉલ્લેખનીય છે કે જૈશના ચીફ મસૂદ અઝહર પર યુએનમાં પ્રતિબંધ માટેની ભારતીની કોશિષમાં ચીનને અડિંગો લગાવ્યો હતો. આમ શું હવે ચીન પોતાના નજીકના ગણાતા પાકિસ્તાનને આતંકવાદ વિરુધ્ધ બચાવાનું બંધ કરશે ?

એક વાત તો નક્કી થઇ ગઇ છે બ્રિક્સ શિખર સંમલનમાં ભારતની મોટી કૂટનીતિક જીત થઇ છે. આ સાથે ભારત આતંકવાદીઓની સમર્થન કરતી પાકિસ્તાનની નીતિને આંતરરાષ્ટ્રીય સ્તરે લઇ જવામાં સફળ થશે. જાહેરનામામાં પાકિસ્તાન પર સીધો પ્રહાર કરવામાં નથી આવ્યો પરંતુ બધા જાણે છે કે ચીન હંમેશા પાકિસ્તાનને મદદ કરતું આવ્યું છે. ચીનમાં રહીને જાહેરનામા પર પાકિસ્તાની આતંકવાદી સંગઠનનો સમાવેશ કરાવાથી ભારતની મોટી કૂટનીતિક જીત થઇ છે.

You might also like