લાંચ લેતા સરકારી બાબુઅોને હવે લેટેસ્ટ ‘સ્પાય કેમ’ કેદ કરશે

અમદાવાદ: લાંચના કિસ્સાઓમાં સરકારી અધિકારી-કર્મચારીઓ પુરાવાના અભાવે છટકી જતા હોય છે. એન્ટીકરપ્શન બ્યૂરો (એસીસી) દ્વારા લાંચના કેસમાં મજબૂત પુરાવા રજૂ કરવા માટે અતિ આધુનિક સ્પાય કેમેરા અને વોઈસ રેકોર્ડર ખરીદવાનું નક્કી કરાયું છે. લાંચિયા સરકારી બાબુઓ સામે પુરાવા નહીં હોવાથી ઘણીવાર તેમના વિભાગ દ્વારા લાંચના કેસ કોર્ટમાં રજૂ કરવા માટે મંજૂરી અપાતી નહોતી. એસીબી દ્વારા મંજૂરી નહીં મળતાં એ સમરી રિપોર્ટ કોર્ટમાં રજૂ કરતી હતી. એસીબીને સ્પાય કેમેરા અને વોઈસ રેકોર્ડરથી મજબૂત પુરાવાના આધારે કેટલાક કેસોમાં સફળતા મળતાં આશરે 50થી વધુ સ્પાય કેમેરા અને વોઈસ રેકોર્ડર ખરીદવાનુંું નક્કી કર્યું છે.

લાંચની બદી દિન-પ્રતિદિન વધી રહી છે. લાંચના કેસોમાં સરકારી પંચો રાખવામાં આવતાં હોવા છતાં કેટલાય કેસોમાં પુરાવાના અભાવે અથવા ટેકનિકલ કારણસર આરોપી અધિકારી-કર્મચારીઓ આસાનીથી નીકળી જતા હતા. એસીબી ઉચ્ચ અધિકારીઓએ લાંચના છટકામાં સ્પાય કેમેરા,રેકોર્ડર સહિત ઈલેકટ્રોનિકસ વસ્તુઓનાે ઉપયોગ કરવાનું નક્કી કરીને ગૃહવિભાગને એક દરખાસ્ત મોકલી આપી હતી. જેની મંજૂરી મળી જતાં એસીબીએ સ્પાઈ કેમેરા,રેકોર્ડર સહિત ઈલેકટ્રોનિકસ વસ્તુઓની ખરીદી કરવા માટેના 15 લાખનાં ટેન્ડર બહાર પાડયાં છે. એસીબી દ્વારા અત્યાર સુધીમાંં બટન કેમેરા અને વોઈસ રેકોર્ડરનો ઉપયોગ કરવામાં આવતો હતો.જેમાં કેટલાંય છટકામાં એસીબીએ સ્પાય કેમેરા અને વોઈસ રેકોર્ડરનો ઉપયોગ કરીને લાંચિયાઓને આબાદ રીતે ઝડપી લીધા હતા.જયારે કેટલાક કિસ્સાઓમાં લાંચિયા લાંચના કેસમાંથી છટકા કાયદાકીય છટકબારી લેવા માટે પ્રયાસ કરતાં તેમના વોઈસગ્રાફી એફએસએલમાં લઈને કેસ મજબૂત કરવામાં એસીબીને સફળતા મળી હતી. એટલું જ નહીં લાંચિયાઓ હવે સીધી લાંચ લેવાની જગ્યાએ ખાનગી વ્યકિત માણસે લાંચ લઈ રહ્યાના કિસ્સા વધી રહ્યા છે.જેના લીધે લાંચિયા સરકારી બાબુઓ કેસમાંથી સહીસલામત બહાર નીકળી જતા હતા.

એસીબીના જોઈન્ટ ડાયરેકટર ડો.સમશેરસિંહે જણાવ્યું હતું કે, સ્પાય કેમરા,વોઈસ રેકોર્ડર સહિતની ઈલેકટ્રોનિકસ વસ્તુઓની ખરીદી કરવા માટે રૂ. 15 લાખનાં ટેન્ડરો બહાર પાડવામાં આવ્યાં છે. આશરે 50 જેટલા સ્પાઈ કેમેરા અને વોઈસ રેકોર્ડરનો સમાવેશ થાય છે. જો કે નવા પ્રકારના સ્પાઈ કેમેરા ખરીદવામાં આવશે. અત્યાર સુધી એસીબી બનટ,પેન જેવા સ્પાય કેમેરાનો ઉપયોગ કરતું હતું. હવે બજારમાં ડાયરી, ઘડિયાળ, ટાઈ, ચશ્માં, કેપ, કાનની બુટ્ટીમાં ફોટ થતા અત્યાધુનિક સ્પાય કેમેરા મળે છે.

ઉલ્લેખનીય છે કે એસીબી દ્વારા 2015માં કુલ 248 કેસો કરાયા હતા. જેમાં 75 ખાનગી વ્યકિતઓ સહિત 407ને ઝડપ્યા હતા.2014માં 239 કેસો કરીને 69 ખાનગી વ્યકિતઓ સહિત 365 ને ઝડપ્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે, લાંચના કેસોમાં ગૃહ વિભાગના કર્મચારીઓ પહેલા નંબરે છે. 115 કેસોમાં 30 ખાનગી વ્યક્તિઓ સહિત 158 ગૃહ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ લાંચમાં ઝડપાયા હતા.

You might also like