પાલિકાના કાઉન્સિલર, સર્કલ ઓફિસર, PSI અને એન્જિનિયર લાંચ લેતાં ઝડપાયા

અમદાવાદ: રાજ્યના લાંચ-રુશવત વિરોધી બ્યૂરોએ જુદા જુદા પ્રાંતમાં છટકાં ગોઠવી ખેડા પાલિકાના કાઉન્સિલર, સર્કલ ઓફિસર, એન્જિનિયર અને પીએસઅાઈને લાંચ લેતાં રંગેહાથ ઝડપી લઈ અા અંગે ગુના દાખલ કર્યા છે.  પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે ખેડા નગરપાલિકાના સભ્ય ઘનશ્યામભાઈ ગાંધી અને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને જમીનમાં થયેલી અાકરણીને રદ કરવા બાબતે ફિરોઝભાઈ વહોરા પાસે રૂ. ૨૦ હજારની લાંચની માગણી કરી હતી, જે રકમ સ્વીકારતાં ગાંધી પોલીસના છટકામાં ઝડપાઈ ગયા હતા.

પાટડી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર પી. એમ. પટેલે અમદાવાદના રહીશ દીપકભાઈ ગુણવંતભાઈ પાસે જમીનના કામ માટે હેતુ વારસાઈ નોંધ કરાવવાના બદલામાં રૂ. ૭૫ હજારની લાંચની માગણી કરી અા રકમ સ્વીકારતાં એસીબીના છટકામાં સર્કલ ઓફિસર અાબાદ ઝડપાઈ ગયા હતા. જામનગરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઅાઈ એસ.એસ. શેખે દૂધના ધંધાર્થી પાસે કબજે લીધેલી ગાડી પરત અાપવા બદલ રૂ. ૧૫ હજારની લાંચની માગણી કરી હતી, જે રકમ સ્વીકારતાં ઝડપી લેવાયા હતા.

અા ઉપરાંત જામનગર અાર એન્ડ બી કચેરીના એજ્યુકેટેડ એન્જિનિયર ભૂપત સબાડાએ કોન્ટ્રાક્ટર પ્રવીણભાઈ ભંડેરી પાસે ડિપોઝિટ પરત અાપવા માટે રૂ. ૨૫ હજારની લાંચની માગણી કરી હતી, જે રકમ સ્વીકારતાં અા એન્જિનિયર તેમની કચેરીમાં જ અાબાદ ઝડપાઈ ગયા હતા.

You might also like