Breif News: બસ…એક CLICK માં વાંચો શહેરના ક્રાઇમ ન્યૂઝ

ત્રણ મકાનનાં તાળાં તૂટ્યાંઃ ઘરેણાં અને રોકડની ચોરી
અમદાવાદ: શહેરના નિકોલ, માધુપુરા અને વટવામાં તસ્કરોએ ત્રાસ વર્તાવી ત્રણ મકાનોનાં તાળાં તોડી અાશરે રૂ. નવ લાખની માલમતાની ચોરી કરતાં પોલીસે અા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અા અંગેની વિગત એવી છે કે નિકોલમાં સેવન-ડે સ્કૂલની બાજુમાં અાવેલ સંસ્કૃત રેસિડેન્સીના એક મકાનનાં તાળાં તોડી તસ્કરોએ તિજોરીમાંથી રૂ. સાડા ચાર લાખની કિંમતનાં સોના-ચાંદીનાં ઘરેણાંની ચોરી કરી હતી. જ્યારે માધુપુરામાં અાવેલ સુવિધાપાર્ક સોસાયટીના એક મકાનમાં તસ્કરો ઘૂસી સોનાની વીંટીઓ, રોકડ રકમ મળી રૂ. અઢી લાખની માલમતાની ચોરી કરતા

પોલીસે ગુનો દાખલ કર્યો છે. અા ઉપરાંત વટવા વિસ્તારમાં વિંઝોલ ક્રોસિંગ પાસે અાવેલ હ‌િરકૃષ્ણપાર્ક સોસાયટીમાં એક મકાનમાંથી પણ સોનાનાં ઘરેણાં અને રોકડ રકમ મળી રૂ. ૧.૫૬ લાખની ચોરી થતાં પોલીસે અા અંગે સઘન તપાસ શરૂ કરી છે.

જુહાપુરા રોડ પર કાર સળગતાં ભારે દોડધામ
અમદાવાદ: જુહાપુરા-સરખેજ રોડ પર અગમ્ય કારણસર એક કાર સળગી ઊઠતાં ભારે દોડધામ મચી ગઈ હતી અને ભયનું વાતાવરણ સર્જાયું હતું. ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કા‌િલક પહોંચી જઈ અાગને બુઝાવી દીધી હતી.

જુહાપુરા-સરખેજ રોડ પર ચાર રસ્તા પાસે જય ટ્રાવેલ્સની એક ઈન્ડિકા કાર પાર્ક કરવામાં અાવી હતી. અા કાર બપોરના સુમારે અચાનક જ સળગી ઊઠતાં લોકોએ ભયના કારણે દોડધામ કરી મૂકી હતી. કાર શોર્ટસર્કિટના કારણે સળગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. અા ઉપરાંત બહેરામપુરા વિસ્તારમાં મેલડી માતાના મંિદર પાસે અાવેલ દૂધવાળી ચાલીના એક મકાનમાં પણ ગઈ મોડી રાતે અચાનક જ અાગ લાગતાં લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ગેસનો બાટલો લીક થવાના કારણે અાગ લાગી હોવાનું જાણવા મળે છે. ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કા‌િલક પહોંચી જઈ અાગને કાબૂમાં લીધી હતી. અા ઘટનામાં કોઈને ઈજા થવા પામી નથી.

મહિલાની નજર ચૂકવી ગઠિયો ઘરેણાં સાથેનું પર્સ તફડાવી ગયો
અમદાવાદ: રામોલ વિસ્તારમાં બીઅારટીએસ બસસ્ટેન્ડ નજીક ઊભેલી એક મહિલાની નજર ચૂકવી ગઠિયો ઘરેણાં સાથેનું પર્સ તફડાવી ફરાર થઈ જતાં પોલીસે અા અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અા અંગેની વિગત એવી છે કે પંચમહાલ જિલ્લાની રહીશ કપિલાબહેન રમણભાઈ પટેલ નામની મહિલા સવારના ૧૦ વાગ્યાના સુમારે નરોડા ગામ ખાતે અાવેલ બીઅારટીએસ બસસ્ટેન્ડ પાસે જશોદાનગર જવા માટે બસની રાહ જોઈ ઊભી હતી તે દરમિયાન કોઈ ગઠિયાએ તેની નજીક અાવી વાતોમાં પરોવી હતી. ત્યારબાદ અા ગઠિયાએ કપિલાબહેનની નજર ચૂકવી સોનાની લકી, સોનાની બગડી, વીંટી અને મોબાઈલ ફોન સાથેનું પર્સ તફડાવી લીધું હતું અને પળવારમાં તે પલાયન થઈ ગયો હતો. અા પર્સમાં અાશરે રૂ. ૫૦ હજારની મતા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં અાવ્યું છે.

ઓફિસનાં તાળાં તોડી લેપટોપની ચોરી
અમદાવાદઃ આનંદનગરમાં આવેલી એક ઓફિસમાંથી રૂ.૮૦,૦૦૦ની મતાની ચોરી થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. આનંદનગરમાં શાંગ્રિલા આર્કેડ બિલ્ડિંગ ખાતે આવેેલ પનાસ હો‌લિ ડે નામની ઓફિસનું તાળું તોડી તસ્કરોએ બે નંગ લેપટોપ અને કાંડા ઘડિયાળ મળી રૂ.૮૦,૦૦૦ની મતાની ચોરી કરી હતી.

તરુણીનો ગળાફાંસો ખાઇ આપઘાત
અમદાવાદઃ બાપુનગર વિસ્તારમાં એક તરુણીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. બાપુનગરમાં પારસમણિ એપાર્ટમેન્ટ ખાતે રહેતી દર્શિલ હરેશભાઇ પંચાલ નામની ૧૬ વર્ષીય તરુણીને ઘરના સભ્યોએ વાંચવાનું કહેતાં મનમાં લાગી આવવાથી તેણે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળે છે.

દારૂ જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૪૧ લિટર દેશી દારૂ, ૬૧ બોટલ વિદેશી દારૂ, ૩૭ બિયરનાં ટીન, એક રિક્ષા, એક બાઇક, રૂ.પ,૦૦૦ની રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૩૦ શખ્સની ધરપકડ કરી છે.

તકેદારીરૂપે ૧૬૧ની અટકાયત
અમદાવાદઃ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે શહેર પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારમાં તકેદારીના પગલાંરૂપે ૧૬૧ શખ્સની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. આ ઉપરાંત દારૂના નશામાં છાકટા બની જાહેર રોડ પર બખેડો કરતા ચાર શખસની પોલીસે ધરપકડ કરી હતી.

છીંકણી બનાવવાની ફેકટરીમાં આગ
અમદાવાદઃ સાણંદ રોડ પર આવેલી છીંકણી બનાવતી એક ફેકટરીમાં આગ લાગી હતી. આગમાં કાચો-પાકો માલ તેમજ અન્ય ચીજવસ્તુઓ બળીને ખાક થઇ ગઇ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક પહોંચી જઇ આગને અંકુશમાં લીધી હતી.

You might also like