પ્રદૂષણને કારણે રાજધાનીમાં ગરમીમાં પણ શ્વાસ લેવાનું બન્યું મુશ્કેલ

નવી દિલ્હી: ગરમીમાં પણ પ્રદૂષણ લોકોને પરેશાન કરી રહ્યું છે. છેલ્લા બે વર્ષની સરખામણીમાં અા વખતે અેપ્રિલમાં દિલ્હી અને એનસીઅારવાળા લોકોને વધુ પ્રદૂષણ સહન કરવું પડ્યું છે. એનસીઅારનાં શહેરોમાં સૌથી વધુ પ્રદૂષણ ગાઝિયાબાદ અને નોઇડામાં રહ્યું. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એપ્રિલ મહિનાના રિપોર્ટમાં જણાવ્યું છે કે પીએમ ૨.૫, પીએમ ૧૦ જ નહીં પરંતુ No2 અને બેન્જિંનનું લેવલ પણ વધુ રહ્યું છે.

દિલ્હીની સૌથી વધુ પ્રદૂષિત જગ્યાઅોમાં અાઈટીઅો, ડીટીયુ, સિરીફોર્ટ, શહાદરા, જનકપુરી, પ્રીતમપુરા, એનઅેસઅાઈટી અને શહાદરા રહ્યાં છે. અહીં પીએમ ૧૦ ખતરનાક સ્તર પર પહોંચી ચૂક્યું છે. પીએમ ૨.૫નું લેવલ પણ એહબાસ, અાઈટીઅો, ડીએમએસ, ડીટીયુ, શહાદરામાં ૧૨૧થી ૧૫૦ની વચ્ચે રહ્યું. No2નું સ્તર ૭ જગ્યાઅે માપદંડો કરતાં વધુ રહ્યું. અાઈટીઅોમાં તે સૌથી વધુ નોંધાયું.

ડીએમએસ અને એનએસઅાઈટીમાં બેન્જિંનનું સ્તર વધુ રહ્યું. સીપીસીબીના જણાવ્યા અનુસાર દિલ્હીમાં જીઅારઅેપી છતાં ૪ દિવસ પ્રદૂષણ અત્યંત ખરાબ રહ્યું જ્યારે ૧૮ દિવસ ખરાબ સ્થિતિમાં રહ્યું. સીપીસીબીના જણાવ્યા અનુસાર ગરમીઅોમાં પ્રદૂષણનું સૌથી મોટું કારણ ગાડીઅોમાંથી નીકળતો ધુમાડો છે.

ત્યારબાદ રસ્તા ઉપર ઊડી રહેલી ધૂળ, બાયોમાસ બર્નિંગ, ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતો ધુમાડો, કન્ટ્રક્શન અને ડિમોનેશન એક્ટિવિટીઝનો નંબર અાવે છે. દિલ્હીમાં અાંધી અને વરસાદની અસરના કારણે પ્રદૂષણ થોડા દિવસો અોછું રહ્યું પરંતુ ગુરુવારે પ્રદૂષણના સ્તરમાં એકવાર ફરી વધારો થયો.

સીપીસીબીના જણાવ્યા અનુસાર હવાની દિશામાં થઈ રહેલા પરિવર્તનના કારણે પ્રદૂષણનું સ્તર વધ્યું છે. દિલ્હીનું એર ઇન્ડેક્સ ૨૪૩ રહ્યું. જ્યારે ગુડગાંવ દેશનું સૌથી પ્રદૂષિત ક્ષેત્ર રહ્યું. ગુરુવારે જ્યાં એર ઇન્ડેક્સ ૩૪૦ રહ્યો. ગાઝિયાબાદમાં ૨૯૫, નોઈડામાં ૨૭૮ અને ફરિદાબાદમાં તેનું સ્તર ૨૩૧ રહ્યું. સફરના જણાવ્યા અનુસાર અાગામી બે દિવસમાં પ્રદૂષણમાં ઘટાડો નહીં થાય.

You might also like