શું મોંઢામાંથી આવે છે દૂર્ગંધ તો સમજો આ ચેતવણી, જાણો દૂર કરવાના ઉપાય…

જો તમારું મોઢું વધારે સમય સુકુ રહે છે, મોની અંદર ડ્રાઇનેસનો અનુભવ થાય છે તો દુર્ગંધ માટેનું આ મોટું કારણ હોય શકે. આ ઉપરાંત મોંની દૂર્ગંધ નાક, કાન, ગળા, ફેફસા અથવા પેટની બીમારીઓના કારણે પણ હોઇ શકે છે.

ડેન્ટિસ્ટ ચિકિત્સકોનું કહેવું છે કે, મોઢામાંથી દુર્ગંધ આવવાનું મુખ્ય કારણ મોંમાં જન્મેલા બેક્ટેરિયા છે. નિયમિત બ્રશ ન કરવું તે બેક્ટેરિયા પેદા થવાનું મુખ્ય કારણ છે. એટલે તેનાથી બચવા માટે નિયનિત બ્રશ કરવું ખુબ જરૂરી છે.

દાંતો સાથે સાથે જીભ પણ સારી રીતે સાફ કરવી જોઈએ, કંઈપણ ખાધા પછી કોગળા કરવા જોઈએ, અને વધારે દુર્ગંધવાળી વસ્તુઓ ખાધા પછી લવિંગ અથવા એલચીનો ઉપયોગ કરવો જોઈએ, આ ઉપરાંત દરેક છ મહિના પછી દાંતોની નિયમિત તપાસ પણ કરાવવી જોઈએ. શરીરમાં ઝીંકના અભાવના કારણે શ્વાસો માંથી દુર્ગંધ આવતી હોય છે, તે માટે તેવી વસ્તુઓ ખાવી જોઈએ જે ઝીંકની અછતને પૂરી કરે.

You might also like