બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓ વધુ કોફી પીએ તો બાળકની ચંચળતા વધી શકે

બ્રેસ્ટ ફિડિંગ કરાવતી મહિલાઓ જે પણ ખાય-પીવે છે તેની અસર તેના બાળક પર પડતી હોય છે. અા બાબત કેફીનની બાબતમાં પણ લાગુ પડે છે. જે મમ્મીઓ કોફી પીતી હોય તેમના બાળકમાં પણ કોફીમાના કેફિન તત્ત્વની અસર જોવા મળી શકે છે. અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે જે નવજાત બાળકોને સુવામાં તકલીફ પડતી હોય અને વધુ પડતા હાઈપર એક્ટિવ હોય તેમની માતાએ ડાયટમાંથી કોફી અને કેફિનયુક્ત પદાર્થો ઘટાડી દેવા જોઈએ. કેફિન બાળકના શરીરમાં જાય ત્યારે બાળક વધુ ચંચળ બને છે. અાવી માતાઓએ ચા, કોફી, સોફ્ટ ડ્રિન્ક કે ચોકલેટનું પણ વધુ પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ.

You might also like