ગરમાગરમ રોટલી ખાવાથી થઈ શકે છે કેન્સર

(એજન્સી) નવી દિલ્હી: તવામાંથી ઊતરેલી ગરમાગરમ રોટલી કોને ન ભાવે, પરંતુ તેને ઉતાવળમાં ખાવાની ભૂલ ન કરતાં. તે કેન્સરનું કારણ બની શકે છે.  માત્ર રોટલી જ નહીં, અન્ય ગરમ ખાદ્યપદાર્થ કે ચા-કોફી અને સૂપ પણ ઉતાવળમાં પીવાથી કેન્સરની સમસ્યા થઇ શકે છે.

છેલ્લા થોડા સમયમાં એવા ઘણા કેસ સામે આવ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ અન્નનળીના કેન્સરના કેસ વધી રહ્યા છે. રાજકીય જેકે કેન્સર સંસ્થાના નિષ્ણાતોએ જણાવ્યું કે ૩પ થી ૪૦ વર્ષની ઉંંમરના યુવાનોની તપાસમાં અન્નનળીનું કેન્સર કે સ્કવેમસ સેલ કાર્સિનોમા મળી આવે છે.

ગરમ ભોજન કે ગરમ પીણાંથી નળીનો અંદરનો ભાગ ક્ષતિગ્રસ્ત થતાં આ સમસ્યા થાય છે. સોફ્ટ-એનર્જી ડ્રિંક્સ, જંક ફૂડ અને પેક્ડ ફૂડ પણ ઘાતક છે.

શ્વાસનળી અને ફેફસાંને પણ અસર થઈ શકે છે
અન્નનળીની બરાબર પાછળ શ્વાસનળી અને ફેફસાં હોય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ અન્નનળીનું કેન્સર ઝડપથી ફેલાતાં શ્વાસનળી અને ફેફસાં સુધી પહોંચી જાય છે. ખાવાનું કે પાણી શ્વાસનળીમાં ચાલ્યા જાય છે. અા સ્થિતિ ખતરનાક હોય છે.

You might also like