બ્રેસ્ટ મિલ્કમાં રહેલી શુગર બાળકોને ઘાતક ઈન્ફેક્શનથી બચાવી શકે

બાળકના વિકાસ માટે માતાનું દૂધ જરૂરી છે. તેજ રીતે તેને ઘાતક ઈન્ફેક્શનથી બચાવવા માટે પણ અા દૂધ ખૂબ જરૂરી છે. બ્રિટનના સંશોધકોએ પ્રયોગ બાદ જણાવ્યું છે કે માતાના દૂધમાં જે ખાસ પ્રકારની શુગર હોય છે તે ચેપી રોગો સામે શરીરને રક્ષણ અાપે છે. જોકે અા પ્રકારની શુગર બધી જ મહિલાઓમાં હોય તેવું જોવા મળ્યું નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અડધોઅડધ મહિલાઓમાં લેક્ટો-એન-ડિફ્યુકોહેક્ટોસ નામની શુગર હોય છે. જે સ્ટ્રેપ્ટોકોક્સ નામના બેક્ટેરિયાનો નાશ કરવા જરૂરી છે. નવજાત શીશુઓમાં અા બેક્ટેરિયાથી ગંભીરપ્રકારના ચેપ ફેલાતા હોય છે.

You might also like