બર્થ કંટ્રોલ પિલ્સ લેવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધી શકે

જે મહિલાઓ હોર્મોન્સ આધારિત ગર્ભનિરોધક ગોળીઓ લે છે તેમને બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના વધી જાય છે. ડેન્માર્કની યુનિવર્સિટી ઓફ કોપનહેગનના નિષ્ણાતોએ ૧૫થી ૪૯ વર્ષની વયની ૧૮ લાખ મહિલાઓનો દસ વર્ષ સુધી અભ્યાસ કરીને તારવ્યું છે કે ગર્ભનિરોધ માટે હોર્મોનલ ગોળીઓ લેનારી મહિલાઓમાં કદી આવી પિલ્સ ન લેનારી મહિલાઓ કરતાં કેન્સર થવાનું રિસ્ક થોડું વધી જાય છે.

આ ગોળી ચાલતી હોય ત્યારે જ કેન્સર થવાની સંભાવના વધી જાય છે. ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ ગોળીઓ લેવાનું બંધ કર્યા પછી પાંચેક વર્ષ સુધી આ જોખમ બની રહે છે. આંકડા મુજબ બર્થ કંટ્રોલ પિલ્સના કારણે એક લાખ મહિલાઓમાંથી ૧૩ જણને બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક વધુ હોય છે.

You might also like