બ્રેસ્ટ કેન્સરનું જોખમ આ મહિલાઓને હોય શકે છે વધારે….

સ્તનોમાં કેન્સરની શક્યતા ધરાવતા ગઠ્ઠા અવારનવાર જામી જતા હોય એવી મહિલાઓએ અવારનવાર મેમોગ્રામ્સ કરાવતાં રહેવાની જરૂર પડે છે જેથી કેન્સરની ગાંઠનું પ્રારંભિક તબક્કામાં જ નિદાન થઈ જાય છે. બ્રિટનમાં એ બાબતની તપાસ માટે પચાસથી ૭૦ વર્ષની ઉંમરની મહિલાઓને દર ત્રણ વર્ષે બોલાવવામાં આવે છે.

બ્રેસ્ટ કેન્સરનું જોખમ એ બીમારીની ફેમિલી હિસ્ટરી અને ચોક્કસમાં પ્રકારનાં સિમ્પ્ટમ્સ ધરાવતી મહિલાઓ ઉપરાંત સ્થૂળ અને વધારે વજન ધરાવતી મહિલાઓને વધારે હોય છે. ૨૦૦૧થી ૨૦૦૮ના ગાળામાં બ્રેસ્ટ કેન્સર થયું હોય એવી ૨૦૧૨ મહિલાઓનું પ્રશ્નોતરીના આધારે સ્વિડનમાં આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.

You might also like