BJPની પત્રકાર પરિષદ, કહ્યું,”બંધારણનો ભંગ કરવો એ જ કોંગ્રેસનો ઇતિહાસ”

કર્ણાટકઃ રાજ્યપાલનાં સરકાર બનાવવાનાં આમંત્રણ બાદ આજે BJPએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ભાજપનાં નેતા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે,”સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે રાજ્યપાલ નિર્ણય લઈ શકે છે. નિયમ મુજબ સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા આમંત્રણ મળે છે. જેથી કોંગ્રેસ અમને બંધારણની મર્યાદા ન શીખવે.

નિયમ મુજબ જ રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું છે. બંધારણની અવમાનના કરવાનો કોંગ્રેસનો ઈતિહાસ છે. કોંગ્રેસ અમને બંધારણની મર્યાદા ન શિખવે. ચૂંટણી અગાઉ કોંગ્રેસ અને JDS વચ્ચે ગઠબંધન ન હતું. કોંગ્રેસનો ઇતિહાસ પહેલેથી જ બંધારણનો ભંગ કરવાનો રહ્યો છે.

કોંગ્રેસનાં CM એક બેઠક પરથી હાર્યા છે. અમે લોકતંત્રનું સન્માન કરીએ છીએ. કોંગ્રેસ મેન્ડેડ લૂંટવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ સરકાર બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાવ્યું હતું.

You might also like