140 કિમીની ઝડપે દોડતી સાથીની બાઇકને બ્રેક મારી!

સેન મેરિનોઃ સેન મેરિનો મોટો-ર ગ્રાં-પ્રી બાઇક રેસિંગમાં એક વિચલિત કરી દેનારું દૃશ્ય જોવા મળ્યું, જ્યારે રોમાનો ફેનાટીએ ૧૪૦ કિમીની ઝડપે દોડતી બાઇકથી સાથી ચાલની બાઇકની બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો.

વાઇરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રોમાનો ઇટાલીના સ્ટીફનો માંજી સાથે બાઇક દોડાવી રહ્યો છે. ત્યાર બાદ રોમાનો સાથી બાઇકચાલક ઝૂકે છે અને બ્રેક લગાવવાનો પ્રયાસ કરે છે. નસીબજોગે માંજીએ સંતુલન જાળવી રાખ્યું અને મોટી દુર્ઘટના થતાં અટકી.

ફેનાટી પોતાના દેશના રેસર કરતાં આગળ નીકળવા ઇચ્છતો હતો, જોકે ફેનાટીએ બાદમાં માફી માગી, પરંતુ ટીમ મારિનેલી રિવાકોલ્ડ સ્નાઇપરે ફેનાટીને હટાવી દીધો છે.

આ ઉપરાંત રોમાનો પર આજીવન પ્રતિબંધ લગાવવાની પણ માગણી થઈ રહી છે. આ રેસ આન્દ્રેયા ડોવિજિઓસાએ જીતી લીધી હતી.

You might also like