કેટરિના અને રણબીરે પોતાના રસ્તા અલગ કર્યા

મુંબઇ : એવા સમાચાર મળ્યાં છે કે બોલિવૂડનું ક્યુટ કપલ કેટરિના અને રણબીર હવે એક સાથે નથી. તેમણે પોતાના રસ્તાઓ બદલી લીધા છે. મીડિયા રિપોર્ટ્સને અનુસાર કાર્ટર રોડ પર આવેલા પોતાના ફ્લેટમાં જ્યાં રણબીર છેલ્લા છ મહિનાથી કેટરિના સાથે રહેતો હતો તે ફ્લેટ તેણે છોડી દીધો છે.

રણબીર પોતાના પેરેન્ટ્સ(ઋષિ કપૂર અને નીતૂ કપૂર) સાથે શિફ્ટ થઇ ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી મીડિયામાં એવા સમાચાર આવતાં હતા કે આ બંને વચ્ચે કંઇ સમસ્યા ઉત્પન્ન થઇ છે. જોકે ત્યાર બાદ બંનેની તસ્વીરો પણ જોવા મળી હતી. જેના કારણે સૌને એવું લાગ્યું કે કદાચ તેમની વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું છે. પરંતુ આખરે ફરી એવું શું થયું કે બંનેનો પ્રેમ અચાનક ગાયબ થઇ ગયો અને બંનેનો સંબંધ લોકો માટે તમાશો બનીને રહી ગયો?

You might also like