અરબાઝ-મલાઇકાએ સંબંધોમાં લીધો બ્રેક

મુંબઇઃ છેલ્લાં ઘણા સમયથી અરબાઝ ખાન અને મલાઇકા અરોરા ખાનના સંબંધોને લઇને મીડિયામાં અનેક અટકો આવી છે. ત્યારે હવે પતિ-પત્નીએ આ વિષય પર એક જોઇન્ટ કોમેન્ટ કરી છે. તેમણે કહ્યું છે કે હા, અમે હાલ અલગ રહી રહ્યાં છીએ. પણ અમે અમારા સંબંધોને થોડા સમય માટે બ્રેક આપવા માંગીએ છીએ. મીડિયા દ્વારા થતી વિવિધ અટકણોની અસર અમારા પુત્ર અને પરિવાર બંને પર પડી રહી છે. તેથી અમે અમારૂ મોન તોડ્યુ છે. અમે અત્યાર સુધી ચૂપ હતા તેનું કારણ એ હતું કે આ અમારી અંગત બાબત છે. તેમાં અન્ય કોઇ હસ્તક્ષેપ ન કરે તે યોગ્ય રહેશે. અમે અમારા સંબંધોને સમય આપવા માંગીએ છીએ, એટલે થોડા સમય માટે બ્રેક લીધો છે. સંબંધોમાં બ્રેક લેવા માટે અન્ય કોઇ ત્રીજી વ્યક્તિ જવાબદાર નથી. તેથી જ અમને અમારી જીંદગીનો નિર્ણય જાતે લેવા દેવામાં આવે.

You might also like