ઘરે બનાવો બ્રેડ પિત્ઝા, બાળકો ખાવા થશે તલપાપડ

સામગ્રી

6  નંગ બ્રેડ (બ્રાઉન, અથવા વ્હાઇટ)

½ કપ બાફેલી મકાઇ

1 કેપ્સીકમ મરચુ, બારીક કટ કરેલુ

1 કપ ડુંગળી, બારીક કટ કરેલી

1 ટામેટું, બારીક કટ કરેલું

5 ચમચી માખણ

1 કપ મોઝરેલા ચીઝ

¼ ચમચી કાળા મરીનો પાવડર

6 ચમચી પિત્ઝા ટોમેટો સોસ

મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ સૌથી પહેલા બ્રેડની સ્લાઇસ પર માખણ લગાવો. તેની પર ટોમેટો સોસ લગાવો. ત્યાર બાદ બ્રેડ પર કેપ્સીકમ મરચા, ટામેટા, ડુંગળી ગોઠવો, પછી સ્વીટ કોર્ન એડ કરી તેની પર કાળા મરીનો પાવડર અને મીઠું એડ કરો. હવે એક નોનસ્ટિક તવીને મધ્યમ આંચ પર ગરમ કરો. થોડું ગરમ થાય એટલે 1/12 ચમચી માખણ એડ કરીને માખણને ગરમ કરો અને ધીમી આંચ પર બ્રેડ રાખીને તેને લાઇટ બ્રાઉન કલરની અથવા તો પિત્ઝા જેવી કડક કરો. જ્યારે કેપ્સિકમ નરમ થઇ જાય અને બ્રેડ ક્રિસ્પી થઇ જાય એટલે પિત્ઝાને તવા પરથી ઉતારી તેની પર ચીઝ છીણીને ગરમા ગરમ સર્વ કરો.

You might also like