બ્રેડ અને પાસ્તાના વેચાણમાં ઘટાડો થયો જ્યારે ચોકલેટનું વેચાણ વધ્યું

કાર્બોહાઈડ્રેટથી ભરેલી વસ્તુઓ અારોગ્ય માટે હાનિકારક છે. તેવું છેલ્લા કેટલાય વખતથી ગાય વગાડીને કહેવામાં અાવે છે. અારોગ્ય નિષ્ણાતો વારંવાર કહ્યા કરે છે કે ડાયટમાંથી સિમ્પલ કાર્બોહાઈડ્રેટ ધરાવતી વસ્તુઓનો ઉપયોગ ઘટાડો. જો કે હવે તે ઉપયોગ ઘટ્યો હોય તેમ લાગે છે. અા અંગે થોડી જાગૃતી અાવી છે. બ્રેડ, પાસ્તા, પોટેટો ફ્રાઈસ જેવી કાર્બોહાઈડ્રેટથી છલોછલ ચીજોના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે ચોકલેટના વેચાણમાં દસ ટકા જેટલો વધારો નોંધાયો છે.

You might also like