બ્રેડ પનીર રોલ

સામગ્રી

250 ગ્રામ પનીર(છીણેલું)

8 સફેદ બ્રેડ

1 ડુંગળી (ઝીણી સમારેલી)

1 ચમચી ઘાણા (ઝીણાં સમારેલા)

¼ ચમચી લાલ મરચું

½ ચમચી ગરમ મસાલો

¼ ચમચી ચાટ મસાલો

½ ચમચી આદુ લસણની પેસ્ટ

1 નાની ચમચી ટોમેટો કેચઅપ

માખણ

મીંઠુ સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ સૌથી પહેલાં બધી જ બ્રેડ સ્લાઇસને કિનારી પરથી કટ કરી લો. ત્યાર બાદ વેલણથી વણીને તેને ચપટ્ટ કરી લો. તાજી બ્રેડનો જ ઉપયોગ કરવો. હવે એક બાઉલમાં પનીર, ડુંગળી, મીઠુ લાલ મરચુ, ગરમ મસાલો, ચાટ મસાલો, કેચપ, આદુ લસણની પેસ્ટ, ઘાણા એડ કરીને મિશ્રણને બરોબર મિક્સ કરો. હવે 11/2 ચમચી મીશ્રણને બ્રેડ સ્લાઇસ પર ફેલાવી તેના રોલ કરો. બ્રેડની સ્લાઇસને હળવા હાથે ફોલ્ડ કરીને રોલ કરો. તમામ બ્રેડને આ રીતે ફોલ્ડ કરો. હવે એક પેનમાં તેલ લગાવીને બધા જ રોલને મધ્યમથી ધીમી આંચર પર ગોલ્ડન બ્રાઉન કલરની શેકો. તેને પ્લેટમાં કાઢી ટોમેટો કેચઅપ કે સોસ સાથે સર્વ કરો.તમે રોલને ઓવનમાં પણ 150 ડિગ્રી સેલ્સિયસ પર 10થી 15 મિનિટ માટે બેક કરી શકો છો.

You might also like